🔥 TRENDING ખોખરડા ફાટક ખાતે સાવજ ડેરીની સામાન્ય સ... जालहल्ली में रोजगार गारंटी श्रमिकों की... ବିଜୁଳି ବିଲ ସହ ଯୋଡ଼ି ହେବ ଟ୍ରାଫିକ ଇ-ଚାଲା... ಶ್ರಾವಣ ಮಾಸದ ಭಜನಾ ಮುಕ್ತಾಯ ಕಾರ್ಯಕ್ರಮ ದೇವ... Rape Rumor Sparks Panic, Leads to Mass... Aishwarya Rai Bachchan dazzles at Pari...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પશ્ચિમ કચ્છ પોલીસે 6 વર્ષથી ફરાર ઈંગ્લિશ દારૂના મોસ્ટ વોન્ટેડ આરોપી રાસુબા ઉર્ફે રાશિઓને ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 02:15 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ કચ્છ LCB ની ટીમે 6 વર્ષથી પ્રોહીબિશનના ગુનાઓમાં ફરાર અને 37 કેસમાં વોન્ટેડ આરોપી રાસુબા ઉર્ફે રાશિઓને ઝડપી પાડ્યો છે. પોલીસે ખેડૂતનો વેશ ધારણ કરી સઘન ઓપરેશન પાર પાડ્યું હતું..

પશ્ચિમ કચ્છ LCB ની ટીમે ઈંગ્લિશ દારૂના મોટા ગુનાઓમાં છેલ્લા છ વર્ષથી ફરાર અને અનેક પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી રાસુબા ઉર્ફે રાશિઓ તગજી સોઢાને ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ સોઢા કેમ્પ, ખાનાય તાલુકો અબડાસાનો રહેવાસી છે.

પોલીસ છેલ્લા 15 દિવસથી આરોપીને પકડવા માટે વોચ રાખી રહી હતી. બાતમી મળ્યા બાદ, LCB ની ટીમે ખાનીય સીમ વિસ્તારમાં ખેડૂત અને સ્થાનિક લોકોનો વેશ ધારણ કરીને તપાસ શરૂ કરી હતી. જ્યારે આરોપી ગામ તરફ લાગ્યો હોવાની ચોક્કસ બાતમી મળી, ત્યારે પોલીસે સઘન ઓપરેશન હાથ ધરી તેને દબોચી લીધો.

આરોપી રાસુબા ઉર્ફે રાશિઓ વિરુદ્ધ નલિયા, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, ભુજ, પધ્ધર, નારાયણ સરોવર અને દયાપર પોલીસ સ્ટેશનોમાં કુલ 37 પ્રોહીબિશનના ગુનાઓ નોંધાયેલા છે. આ કાર્યવાહી બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ SP વિકાસ સુન્ડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
📲Get App