🔥 TRENDING Tripura SEC Wraps Up Preparations for... Campaigning for TTAADC Village Committ... South Tripura becomes first district i... Scientists Uncover New Ancient Fungus... मिर्जापुर के गोविंद जी गुप्ता हुरुन इं... Western Disturbance Brings Rain to Him...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: સાયણ ગામમાંથી 6 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, એક ઝડપાયો

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 09:00 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઓલપાડ પોલીસે સાયણ ગામમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 1,725 બોટલ દારૂ અને બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાંથી પોલીસે 6 લાખ 6 હજાર 900 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે અલગ-અલગ કંપનીની કુલ 1,725 બોટલ દારૂ અને બીયરના ટીન કબજે કર્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર મુખ્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

ઓલપાડ પોલીસને બાતમી મળી હતી કે સાયણ ગામના ઓમનગરમાં રહેતા બુટલેગર પ્રવિણ ઉર્ફે પીન નટવરભાઈ પટેલે દારૂનો મોટો જથ્થો મંગાવ્યો છે. આ દારૂ આદર્શનગર વિભાગ-1માં આવેલા એક મકાનમાં સંતાડવામાં આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

પોલીસે મકાનમાં તપાસ કરતાં ત્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ દારૂનો મુખ્ય સૂત્રધાર પ્રવિણ ઉર્ફે પીન નટવરભાઈ પટેલ પોલીસને હાથ લાગ્યો ન હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
📲Get App