🔥 TRENDING Two thieves arrested in Indore for ste... Indore city buses provide free rides f... Defence Minister Rajnath Singh Lays Fo... Elderly Couple Attacked with Sickle in... Rajasthan CM Announces Rs 52 Crore Inc... તલોદ નજીક રોજડ ચોકડી પર બસ ચેકિંગ દરમિ...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતના પ્રથમ કન્યા ગુરુકુળમાં વિદ્યાર્થીનીઓએ 6 ફૂટની લાંબી રાખડી બનાવી..

✍️ Reporter: Siddharajsinh parmar 🗓 25 Aug 2026, 07:17 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આદેશ અનુસાર અહીં ગુરુકુળમાં ‘નો મેન ઝોન’ (No man zone) તરીકે સંકુલ માં ટ્રસ્ટીઓ સિવાય કોઈ પુરુષને પ્રવેશ અપાતો નથી. મહિલાઓ જ રસોઈ, સફાઈ, એજ્યુકેશન અને આધ્યાત્મિક તથા શારીરિક યોગા, સ્કેટિંગ, કરાટે, ડાન્સ, રાસ, સંગીત,પૂજા, પ્રાર્થના, પ્રવચન વગેરે મહિલાઓ દ્વારા જ શીખવવામાં આવે છે.ક્રાફ્ટ અને આર્ટ વિભાગના મહિલાઓના માર્ગદર્શન અનુસાર પવિત્ર પર્વ રક્ષાબંધનના ઉપક્રમે 2 બાય 2નું વચ્ચેનું ગોળ રંગબેરંગી રાખડી અને દોરી સાથે 6 ફૂટની રાખડી બનાવવામાં આવી છે. 15 થી 20 કલાક ની મહેનત બાદ તે તૈયાર થઈ છે. 40 થી 50 બહેનોએ બનાવવામાં ભાગ લીધો હતો.આ રાખડી બનાવવામાં સાડી બનાવવામાં વપરાતા કલર, સ્ટોન, ઝરી, રેશમની દોરી, અલગઅલગ કલરના સૂતરના દોરા, પ્લાસ્ટિક, કાચના ટુકડા જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના વરિષ્ઠ સંત પ્રભુ સ્વામીએ જણાવ્યુ કે ગુજરાતમાં એક માત્ર કન્યા ગુરુકુળ રાજકોટના રતનપર નજીક એક વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે. કરોડો રૂપિયાની આ જમીનના દાતા વસંતભાઈ લીંબાસિયાને આ ખાસ રાખડી બહેનો દ્વારા બાંધવામાં આવશે.
📲Get App