🔥 TRENDING Fans Praise Intensity of Pakistan-Indi... श्रीगंगानगर के सीमावर्ती गांवों में 35... 32 દેશોના નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત... अलीगंज हनुमान मंदिर में महाप्रसाद वितर... Kumkum Mohod Sets Sights on Olympic Ar... Ekta Kapoor’s Early 2000s Dramas Redef...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં યુવક સાથે 58.50 લાખની સાયબર છેતરપિંડી: 'શ્રુતિ શેટ્ટી' બની ઠગાઈનો ચહેરો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 07:08 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના એક યુવકને ફોરેક્સ ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપીને સાયબર માફિયાઓએ 'શ્રુતિ શેટ્ટી' નામની ફેક ઓળખ ઊભી કરી 58.50 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો છે.

સુરતમાં સાયબર છેતરપિંડીનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. જેમાં સાયબર માફિયાઓએ 'શ્રુતિ શેટ્ટી' નામની યુવતીની ફેક ઓળખ ઊભી કરીને સુરતના એક યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ભેજાબાજોએ યુવકનો ટેલિગ્રામ અને વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરી તેને ટાર્ગેટ કર્યો હતો. ત્યારબાદ ફોરેક્સ ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપીને કુલ રૂ. 58.50 લાખ પડાવી લેતા સમગ્ર મામલો સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો છે.

સાયબર ક્રાઈમ પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ગઠિયાઓએ નવેમ્બર 2025થી 28 જુલાઈ 2026 સુધીના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ રીતે આ ઠગાઈ આચરી હતી. માફિયાઓએ સૌપ્રથમ શ્રુતિ શેટ્ટી નામથી સોશિયલ મીડિયા (ટેલિગ્રામ અને વોટ્સએપ) પર યુવકનો સંપર્ક કરી તેની સાથે ગાઢ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પોતે 'પીયુ પ્રાઈમ' (PU Prime) નામની ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતી હોવાનું જણાવીને યુવકનો વિશ્વાસ જીતી લીધો હતો.

યુવકને સંપૂર્ણપણે વિશ્વાસમાં લીધા બાદ, સાયબર માફિયાઓએ પોતાના ષડયંત્રનો બીજો તબક્કો શરૂ કર્યો. તેઓએ પીયુ પ્રાઈમ નામની એક નકલી (બોગસ) વેબસાઈટ બનાવીને તેની લિંક યુવકને મોકલી આપી. ઠગબાજોએ યુવકને આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવા કહ્યું અને તેના નામે એક આઈડી જનરેટ કર્યું. આ વેબસાઈટ મારફતે ફોરેક્સ ટ્રેડિંગ કરવાથી ટૂંકાગાળામાં ખૂબ મોટો નફો મળશે તેવી લોભામણી લાલચ આપી હતી.
📲Get App