🔥 TRENDING કપડવંજ વિધાનસભાના સ્નેહમિલન સમારોહના આ... Mahhi maro vedna Commerce Ministry amends Export Promot... Cyclone Akvan Approaches; Winter Chill... West Bengal to revise electoral rolls... Thieves Steal Rs 1 Crore Jewellery fro...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસએ 585 દિવસની સજા પામેલ આરોપીને હિંમતનગર જેલમાં મોકલ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 18 Nov 2026, 07:37 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડીવીઝન પોલીસએ છેલ્લા એક વર્ષમાં ચાર કેસમાં 585 દિવસની સજા પામેલ આરોપી યુનુસભાઈ શબ્બીરભાઇ કલાલને પકડ્યો અને હિંમતનગર જેલમાં મોકલ્યો..

સાબરકાંઠાના-:
હિંમતનગર બી ડીવીઝન પોલીસએ છેલ્લા એક વર્ષમાં ચાર કેસમાં કુલ 585 દિવસની સાદી કેદની સજા પામેલ આરોપી યુનુસભાઈ શબ્બીરભાઇ કલાલને પકડ્યો અને હિંમતનગર જેલમાં મોકલ્યો.આ આરોપીને નામદાર ફેમિલી કોર્ટ કડી જી.મહેસાણાનાઓની કોર્ટમાં ચાર અલગ-અલગ કેસોમાં સજા આપવામાં આવી હતી.સી સી નંબર 222/2024 માં 105 દિવસ,સી સી નંબર 396/2024 માં 165 દિવસ, સી.સી. નં. 397/2024 માં 165 દિવસ અને સી સી નંબર 339/2024 માં 150 દિવસ..

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાઓ હેઠળ હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન વી જોષી,કે સી બ્રહ્મભટ્ટ પોલીસ સબ ઇન્સપેક્ટર અને સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ સતત કાર્યરત રહીને આરોપીને પકડવાની કામગીરી કરી.આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન વી જોષી,કે સી બ્રહ્મભટ્ટ પોલીસ સબ ઇન્સપેક્ટર,રાકેશકુમાર વિનુભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અને રાજેન્દ્રસિંહ કુબેરસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જેવા અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને માન્યતા આપવામાં આવી છે.
📲Get App