🔥 TRENDING Rajasthan Allocates ₹790 crore to Rebu... केंद्रीय राज्य मंत्री व बिलासपुर सांसद... हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... NDA Tensions in Bihar: Three MLAs Back...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચોટીલામાં 57 લાભાર્થીને 114 એકર જમીનનો

કબજો મળ્યો: નાયબ કલેક્ટર મકવાણાએ વર્ષો જૂના સાથણી હક્કોનો નિકાલ કર્યો

ચોટીલામાં 57 લાભાર્થીને 114 એકર જમીનનો કબજો મળ્યો: નાયબ કલેક્ટર મકવાણાએ વર્ષો જૂના સાથણી હક્કોનો નિકાલ કર્યો

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 20 Aug 2026, 07:44 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં વર્ષોથી પેન્ડિંગ સાથણી જમીનના કબજા સોંપવાની કામગીરી હાથ ધરાઈ છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ચોટીલા છોડતા પહેલા 57 લાભાર્થીને 114 એકર જમીનનો કબજો સોંપ્યો. આ કામગીરી મામલતદાર, ચોટીલાના સહયોગથી પૂર્ણ થઈ."ચોટીલા તાલુકાના આણંદપુર, કંથારિયા, આંકડિયા, પરબડી, મોણપર, વડાલી અને ગોલીડા સહિતના ગામોમાં વર્ષ 2006થી કુલ 508 સાથણીના હુકમો થયા હતા. તેમાંથી 289 લાભાર્થીઓ સાથણીની જમીનના વાસ્તવિક કબજાથી વંચિત હતા.આ પેન્ડિંગ કબજાઓના નિકાલ માટે છેલ્લા છ મહિનાથી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં સરકારી જમીનની ઓળખ, જરૂરી માપણી અને બે-બે એકરના બ્લોક તૈયાર કરાયા. કુલ 586 એકર જમીન સાથણીદારોને સોંપવાનું આયોજન છે.તાજેતરમાં સ્થળ પર ચિઠ્ઠી દ્વારા પારદર્શક ડ્રો પદ્ધતિથી જમીનની ફાળવણી કરાઈ. આ પ્રક્રિયામાં 57 સાથણીદારોને બે-બે એકર મુજબ કુલ 114 એકર જમીનના સર્વે નંબરો સાથે પ્રત્યક્ષ કબજા સોંપાયા. આ તમામ લાભાર્થીઓ આણંદપુર ગામના રહેવાસી હતા અને તેમને સખપર તથા આણંદપુર ગામની જમીનમાં કબજો અપાયો."બાકી રહેલા પાત્ર લાભાર્થીઓને પણ તબક્કાવાર કબજો સોંપવામાં આવશે. આ રીતે વર્ષોથી પેન્ડિંગ સાથણીના હક્કના પ્રશ્નનો નિકાલ થઈ રહ્યો છે. કબજો મેળવનાર સાથણીદારોએ રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, મામલતદાર ઉપેન્દ્રસિંહ વાઘેલા અને સમગ્ર મહેસૂલી તંત્રનો આભાર માન્યો.વર્ષોથી પેન્ડિંગ હક્કોનો સ્થળ પર નિકાલ, સરકારી જમીનની ઓળખ, માપણી, બ્લોકની રચના અને પારદર્શક ડ્રો દ્વારા કબજો સોંપવાની આ કામગીરી વહીવટી તંત્રની અસરકારકતા અને નાગરિકલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે."
📲Get App