🔥 TRENDING અમદાવાદ: MBA થયેલા યુવકે મોજશોખ પૂરા ક... Donkey Son of ‘Donkey Father’ Register... Madhya Pradesh to give ₹600 to 5.8 mil... एटा: ग्राइंडर से तिजोरी काटकर लाखों की... Traffic DSP Scolds Youth Seeking Hanum... Union Minister Amit Shah to Attend Sta...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પલસાણા પોલીસે ચોરાયેલી એક્ટિવા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો, 55,000નો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 09:56 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પલસાણા પોલીસે બાતમીના આધારે જુનેદ હનીફ મુલતાની નામના ઈસમને ચોરાયેલી એક્ટિવા અને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 55,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પલસાણા પોલીસે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી એક્ટિવા મોપેડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે જુનેદ હનીફ મુલતાની નામના વ્યક્તિની ધરપકડ કરી કુલ 55,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરત ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ રોકવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમીના આધારે, પલસાણા ગામની સીમમાં ભીંડી બજાર તરફ જતા રોડ પરથી જુનેદ મુલતાનીને ઝડપી લેવાયો હતો.

પકડાયેલ આરોપી જુનેદ હનીફ મુલતાની પલસાણાનો રહેવાસી છે અને ગાડી લે-વેચનો ધંધો કરે છે. પોલીસે તેની પાસેથી નંબર વગરની કાળા કલરની 50,000 રૂપિયાની એક્ટિવા મોપેડ અને 5,000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 55,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
📲Get App