Local
52મી 'સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા' સુરતમાં: કતારગામ ઓડિટોરિયમમાં 27 સપ્ટેમ્બરે ઓનલાઇન ટિકિટ સાથે શરૂ
સુરત મહાનગરપાલિકાની પ્રતિષ્ઠિત નાટ્ય સ્પર્ધા 27 સપ્ટેમ્બરે કતારગામના નવીન ભારત રત્ન ઓડિટોરિયમમાં શરૂ થશે, જેમાં 10 નાટ્ય સંસ્થાઓ ₹20ની ઓનલાઇન ટિકિટ સાથે પ્રદર્શન કરશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 52 વર્ષથી યોજાતી પ્રતિષ્ઠિત 'સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા' આ વર્ષે આગામી 27મી સપ્ટેમ્બરથી કતારગામ ખાતે નવનિર્મિત ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં શરૂ થશે. કાર્યક્રમના આયોજન અંગે 31મી ઓગસ્ટે મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં સુરતની જાણીતી નાટ્ય સંસ્થાઓ પોતાના કલાકારો સાથે મંચ પર વિવિધ વિષયો આધારિત નાટકો રજૂ કરશે. પાલિકા દ્વારા પરંપરાગત રીતે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બેસ્ટ એક્ટર, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ નાટક સહિતની વિવિધ કેટેગરીમાં ઇનામો પણ એનાયત કરાશે.
પ્રથમ વખત ઓનલાઇન બુકિંગ, ટિકિટ દર માત્ર ₹20 આ વર્ષે નાટ્યપ્રેમીઓ માટે પ્રવેશ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરાયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત નાટ્ય સ્પર્ધા માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે. કતારગામ ઓડિટોરિયમની કુલ 876 બેઠક ક્ષમતામાંથી 600 બેઠકો સામાન્ય દર્શકો માટે રાખવામાં આવી છે, જેના માટે ₹20 પ્રતિ ટિકિટ લેખે ઓનલાઈન બુકિંગ થઈ શકશે. આ નવી પહેલથી દર્શકોને અગાઉથી સીટ બુક કરવાની સરળતા રહેશે અને નાટક જોવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.ટિકિટની આવકમાંથી નાટ્ય સંસ્થાઓને મળશે આર્થિક સહાય મહાનગરપાલિકાએ સ્થાનિક નાટ્ય સંસ્થાઓને સીધો આર્થિક ફાયદો કરાવવા માટે અલાયદી યોજના તૈયાર કરી છે. ટિકિટ વેચાણથી પાલિકાને જે કુલ રકમ મળશે, તે તમામ ફાઈનલ રાઉન્ડમાં પહોંચનારી નાટ્ય સંસ્થાઓ વચ્ચે સરખે હિસ્સે વહેંચવામાં આવશે. આ વર્ષે કુલ 10 જેટલી નાટ્ય સંસ્થાઓ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. ટિકિટની થનારી કમાણીના ભાગરૂપે પ્રત્યેક નાટ્ય સંસ્થાને અંદાજે ₹20,000થી ₹25,000 સુધીની આર્થિક સહાય મળે એવી સંભાવના છે, જે કલાકારો અને મંડળીઓ માટે મોટો ટેકો બનશે.