🔥 ट्रेंडिंग ખેડૂતના વેશમાં એલસીબીએ ૧૫ દિવસની વોચ બ... फेसबुक डील के बाद Muse ने यूट्यूबर का... सौर पंपों से सहारनपुर के किसानों की सि... दिल्ली में हल्की बारिश से मौसम हुआ सुह... बेला एस्टेट में 728 नाम हटने के बाद रा... अमर उजाला की रिपोर्ट पढ़ झुग्गी क्षेत्...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડિયાનું બાટવા દેવળી બન્યું પ્રથમ સંપૂર્ણ સ્માર્ટ મીટર ધરાવતું ગામ, 512 કનેક્શનમાં લાગ્યા સ્માર્ટ મીટર

✍️ रिपोर्टर: dhruvin muliya 🗓 28 सित. 2026, 09:02 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના વડિયા PGVCL હેઠળ આવતા બાટવા દેવળી ગામે વિરોધ વગર સ્વેચ્છાએ 512 કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવીને તાલુકાનું પ્રથમ સ્માર્ટ વિલેજ બનવાનું બહુમાન મેળવ્યું છે.

સમગ્ર રાજ્યમાં વિજતંત્ર દ્વારા લગાવાતા સ્માર્ટ મીટરની પરોજણ અને લોકોના વિરોધ વંટોળનો સામનો કર્મચારીઓ કરતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના વડિયા PGVCL નીચે આવતા બાટવા દેવળી ગામના લોકોની વિચારસરણી અનોખી હોય તેવી ઘટના સામે આવતી જોવા મળી રહી છે.
પ્રાપ્ત થયેલી વિગતો મુજબ વડિયા PGVCL ના ડેપ્યુટી ઈજનેર ડી ડી માયં ના માર્ગદર્શન અને બાટવા દેવળી ગામના સરપંચ યતીન નાગાણી અને ગ્રામજનોની જાગૃતતા અને સહકારથી વડિયા કુંકાવાવ તાલુકાનું પ્રથમ બાટવા દેવળી ગામ સ્માર્ટ મીટર ધરાવતું ગામ બન્યું છે. આ ગામમાં કુલ 512 લાઈટ કનેક્શન માં ડિજીટલ સ્માર્ટ મીટર સ્વેચ્છા એ ગ્રાહકોની મરજીથી કોઈ વિરોધ વગર લગાવવા માં આવ્યા છે. અને ગ્રામજનો એ એક વિજચોરી અટકાવવાની પહેલને સામે થી સહકાર આપતું ગામડું બન્યું છે.
આ ગામમાં PGVCL દ્વારા 472 ઘરો, 28 દુકાનો, ગ્રામપંચાયત, વોટર વર્ક્સ, સ્ટ્રીટલાઈટ, આંગણવાડી, સરકારી દવાખાનું સહિત તમામ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી અનોખી જાગુતતા અપાવતું વડિયા કુંકાવાવ તાલુકાનું પહેલું સ્માર્ટ મીટર ધરાવતું વિલેજ બન્યું છે. ત્યારે આ ગામને સ્માર્ટ મીટર વિલેજ ગામ બનાવવા માટે વડિયા PGVCL ના ડેપ્યુટી ઈજનેર ડી ડી માયં, બાટવા દેવળી સરપંચ યતીન નાગાણી, વિલેજ હેલ્પર આર.એલ.બાલાપરીયા સહિતના એ જહેમત ઉઠાવી હતી.
📲Get App