🔥 TRENDING નેશનલ હાઈવે ૪ પર RTO સુરતની સ્પેશિયલ એ... BSF Trooper Dies After Self‑Inflicted... Tripura Chief Minister Inspects Diwali... Students protest at Tripura University... Himachal Pradesh HC warns hotel licenc... Mahindra Reports 50,208 Tractor Units...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સામખીયારી હત્યા કેસ: આરોપી વિનોદ લુહારને આજીવન કેદ અને 50,000 રૂપિયા દંડની સજા

✍️ Reporter: Salman sama 🗓 02 Oct 2026, 12:01 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સામખીયારીના શાંતિનગર વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં કોર્ટે આરોપી વિનોદ લુહારને આજીવન કેદ અને દંડ ફટકાર્યો છે. સરકારી વકીલની દલીલો અને સાક્ષીઓના પુરાવા બાદ આ ચુકાદો આવ્યો છે.

સામખીયારી હત્યા કેસમાં આરોપી વિનોદ લુહારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સરકારી વકીલ ડી.એસ. જાડેજાની ધારદાર દલીલો અને 22 સાક્ષીઓના મજબૂત પુરાવા બાદ કોર્ટે આ ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.

આ કેસની ટૂંકી વિગત મુજબ, ગફુર ઈસ્માઈલ મન્સુરી અને આરોપી વિનોદ લુહાર વચ્ચે 50 હજાર રૂપિયાની લેવડદેવડ બાબતે વિવાદ થયો હતો. 23 નવેમ્બર 2023ની રાત્રે સામખીયારીના શાંતિનગર વિસ્તારમાં દશામાના મંદિર પાસે પૈસાની માંગણીને લઈને થયેલી બોલાચાલી બાદ આરોપીએ છરી વડે ગફુર ઈસ્માઈલ મન્સુરી પર જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગફુરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું દુઃખદ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સામખીયારી પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કોર્ટે આખરી હુકમમાં આરોપી વિનોદ લુહારને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 હેઠળ આજીવન કેદ અને 50,000 રૂપિયા દંડની સજા ફટકારી છે. આ ઉપરાંત, IPC કલમ 201 હેઠળ 4 વર્ષની સખત કેદ અને 1,000 રૂપિયા દંડની સજા પણ ફટકારવામાં આવી છે. કોર્ટના આ કડક ચુકાદાથી ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો છે.
📲Get App