🔥 TRENDING बीडर: राजपूत विकास निगम की स्थापना हेत... बीड में भारत मित्रकूट ने मुख्य चुनावी... Patiala Air Pollution Reaches Toxic Le... Farmer's Mobile and Gold Chain Stolen... 13 Penalties Issued After Inspection F... Munger to Light Over 1.1 Million Diyas...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા, હિંમતનગરમાં 500 પરિવારો સાથે દિવાળી માતૃપિતૃ વંદના મહોત્સવ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 05 Nov 2026, 06:00 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી પર્વ નિમિત્તે હિંમતનગરના હાંસલપુરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં 500 પરિવારોએ માતાપિતાની વંદના અને પ્રાર્થનાનો કાર્યક્રમ ઉજવ્યો..

સાબરકાંઠાના-:
હિંમતનગરના હાંસલપુરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દિવાળી પર્વ નિમિત્તે માતૃપિતૃ વંદના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું,જેમાં 500 જેટલા પરિવારોએ ભાગ લીધો.ઇડર રોડ પર આવેલ આ ગુરુકુલમાં માતા-પિતાના ચરણ પખાળી,કુમકુમનો ચાંદલો,ચોખા ચોડી,હાર પહેરાવી પ્રદક્ષિણા અને દંડવત જેવા પવિત્ર ક્રમો કરવામાં આવ્યા.ગુરુકુલના વિદ્યાર્થીઓએ માતા-પિતાના ચરણ પખાળી, કુમકુમનો ચાંદલો લગાવી,ચોખા ચોડી અને હાર પહેરાવી પ્રદક્ષિણા કરી,ભૂતકાળની ભૂલો માટે ક્ષમા યાચના કરી અને ભવિષ્યમાં નારાજ ન થવા માટે મંગલ પ્રાર્થનાઓ કરી..

આ કાર્યક્રમમાં શાસ્ત્રી વર્ણીસ્વરૂપદાસજી સ્વામીએ વિશેષ આશીર્વાદ આપતા કહ્યું કે માતા-પિતા ઘરના પ્રથમ દેવ છે અને મંદિરનાં દેવને રાજી કરવા પહેલાં આ દેવને રાજી કરવો આવશ્યક છે.ઉપસ્થિત મહાનુભાવો પિયુષભાઈ પટેલ, એપીએમસી માર્કેટના ડિરેક્ટર એન. જે. પટેલ, બીઓબી બેંકના આસિસ્ટન્ટ મેનેજર અને આશય હોસ્પિટલના ડોક્ટર મેહુલભાઈ હતા. અંતમાં સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો, જે સમુદાયમાં એકતા અને આભારની ભાવના પ્રગટ કરે છે.
📲Get App