🔥 TRENDING बरहरवा: पूर्व मंत्री आलमगीर आलम के निर... कोपरगाव, भोकरदन तालुका: गांजाच्या लागव... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટે... નડિયાદમાં ખોડિયાર માતા મંદિરની અંદર ડુ... માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીન... ਜਲੰਧਰ 'ਚ ਵਧੀ ਸੁਰੱਖਿਆ! ਭਾਰੀ ਪੁਲਸ ਫੋਰਸ ਤ...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 50 ટેસ્ટ રમનાર પ્રથમ એશિયન ક્રિકેટર બન્યા
Sports

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 50 ટેસ્ટ રમનાર પ્રથમ એશિયન ક્રિકેટર બન્યા

✍️ Reporter: Mukeshkumar Manjibhai Makwana 🗓 24 Aug 2026, 02:16 AM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 50 ટેસ્ટ રમવાનો સીમાચિહ્નરૂપ રેકોર્ડ નોંધાવ્યો છે.

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટ જગતમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. કોલંબોમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં 50 ટેસ્ટ મેચ રમનાર ભારત અને એશિયાના પ્રથમ ક્રિકેટર બની ગયા છે.

આ સિદ્ધિ સાથે જાડેજાએ પોતાની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ મુકામ હાંસલ કર્યું છે. અત્યાર સુધીની તેમની WTC સફરમાં તેમણે 2,632 રન બનાવ્યા છે અને 160 વિકેટ ઝડપી છે.

આ ઉપરાંત, રવિન્દ્ર જાડેજા હવે વિદેશી ધરતી પર 100 વિકેટ અને 2,000 રનનો બેવડો રેકોર્ડ પૂર્ણ કરવાની પણ ખૂબ નજીક પહોંચી ગયા છે. તેમની આ શાનદાર કામગીરીને પગલે ક્રિકેટ જગતમાં તેમના વખાણ થઈ રહ્યા છે.
📲Get App