🔥 TRENDING Rajasthan Chief Secretary inspects pro... Ronaldo quits Portugal, leaves as all‑... ग्राम पंचायत गुरसंदा इंटरलॉकिंग कार्य राजा साह जी का बस्ती रेलवे स्टेशन पर ट... આ વિડિઓ ૪ ડિસેમ્બર, ૧૯૮૬ ના રોજ અપનાવવ... अररिया के स्कॉटिश पब्लिक स्कूल में दीप...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બ્રહ્માણીનગરમાં 50 મીટર વિસ્તાર અંધકારમાં, સ્ટ્રીટ લાઇટ બંધથી સુરક્ષા જોખમ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 06 Nov 2026, 12:03 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બ્રહ્માણીનગરના વોર્ડ ૧ માં પ્રાથમિક શાળાની નજીક સ્ટ્રીટ લાઇટ લાંબા સમયથી બંધ હોવાથી 50 મીટર વિસ્તાર અંધકારમાં, રહેવાસીઓ અને મુસાફરોને અસલામતીનો સામનો..

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગરના બ્રહ્માણીનગર,વોર્ડ ૧ માં પ્રાથમિક શાળાની નજીક નગરપાલિકાના બોર પાસે સ્ટ્રીટ લાઇટ લાંબા સમયથી બંધ હોવાથી સમગ્ર વિસ્તારમાં અંધારું છવાઈ ગયું છે.આ આશરે 50 મીટર વિસ્તાર ચારે બાજુ ઘોર અંધકાર રહે છે,જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને અવરજવર કરતા લોકોને અસલામતીનો સામનો કરવો પડે છે..

અંધારાના કારણે ચોરી કે અન્ય અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતા વધી ગઈ છે. રહેવાસીઓ અને મુસાફરોની સુરક્ષા માટે આ ગંભીર બાબત છે અને તંત્રની જવાબદારી છે.નગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓને નમ્ર પરંતુ મક્કમ વિનંતી છે કે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને સુરક્ષા મળી રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને.જનતાની સુરક્ષા એ તંત્રની જવાબદારી છે. આશા છે કે તંત્ર આ રજૂઆતને ધ્યાને લઈને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરશે.
📲Get App