Local
ગીર ગઢડાના ધોકડવા ગામની વાડીના કુવામાંથી 5 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો
Watch on:
▶️ YouTube
ઉના ગીર ગઢડાના ધોકડવા ગામે વાડીના કુવામાંથી આશરે 5 વર્ષના નર સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ગીર પૂર્વ વનવિભાગ હેઠળ આવતા ઉનાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક વાડીમાં આવેલા કુવામાંથી આશરે 5 વર્ષના નર સિંહનો મૃતદેહ મળી આવ્યો છે.
મૃતક સિંહનો દેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો, જે સૂચવે છે કે આ ઘટના થોડા દિવસ પહેલા બની હોઈ શકે છે. કુવામાંથી સિંહનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ ગીર પૂર્વ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગના અધિકારીઓ દ્વારા મૃતદેહને કુવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી સિંહના મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.