🔥 TRENDING भागलपुर में दिखा नया प्रवासी पक्षी, पक... किशनगढ़ में भीषण सड़क दुर्घटना, दो की... બેંગલુરુ: ફ્લિપકાર્ટ ડિલિવરી બોય બાથરૂ... भोपाल में गांधी जयंती पर राष्ट्रपिता म... Women March in India Calling for Safet... R Veeramani Booked Under Goondas Act i...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: ડ્રગ્સ કેસમાં ચાર આરોપીઓને 5-5 વર્ષની સખત કેદ અને 50,000 રૂપિયા દંડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 02 Oct 2026, 11:38 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની સ્પેશિયલ NDPS અદાલતે ડ્રગ્સની હેરાફેરીના કેસમાં ચાર આરોપીઓને દોષિત ઠેરવી 5-5 વર્ષની સખત કેદ અને 50,000 રૂપિયા દંડ ફટકાર્યો છે. આ ચુકાદો યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહીનો સંકેત આપે છે.

સુરત શહેરમાં યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ અને ન્યાયતંત્ર અત્યંત કડક વલણ અપનાવી રહ્યા છે. સુરતની સ્પેશિયલ NDPS અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા ડ્રગ્સની હેરાફેરીના કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે. અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા મેફેડ્રોન અને મેથએમ્ફેટામાઈન ડ્રગ્સ કેસમાં અદાલતે તમામ આરોપીઓને 5-5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, અદાલતે પ્રત્યેક આરોપીને રૂપિયા 50,000 નો દંડ પણ ફટકાર્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે એપીપી અરવિંદ વસોયાએ દલીલો કરી હતી, જેને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ દાખલારૂપ સજા સંભળાવી છે. સમગ્ર ઘટનાની વિગતો મુજબ, ગત 24 એપ્રિલ 2024ના રોજ આરોપીઓ એક ઓટો રિક્ષામાં સવાર થઈને નાનપુરા વિસ્તારમાં આવેલી એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ પાસે પહોંચ્યા હતા.

ત્યાં તેમણે એક અન્ય વોન્ટેડ આરોપી પાસેથી રૂપિયા 10,000 ની કિંમતનું મેફેડ્રોન અને મેથએમ્ફેટામાઈન ડ્રગ્સ ખરીદ્યું હતું. ત્યારબાદ આ તમામ શખ્સો નાનપુરાના સ્નેહમિલન ગાર્ડન પાસે પહોંચ્યા હતા અને જાહેરમાં રિક્ષામાં બેસીને ડ્રગ્સની હેરાફેરી તથા સેવન કરી રહ્યા હતા. આ સમય દરમિયાન જ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો અને આરોપીઓને રંગેહાથ ઝડપી લેવાયા હતા.
📲Get App