Crime
સુરતમાં 5 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, 2.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક 25 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી મોબાઇલ, રોકડા અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹2,55,000નો મુદ્દામાલ કબજે કરાયો છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરતા પોલીસે એક શખ્સને 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે મોટી માત્રામાં ગાંજો અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે ડિંડોલીના નવાગામ સ્થિત જમનાપાર્ક સોસાયટીથી આર.ડી. ફાટક તરફ જતા જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન, ઉધના-ભુસાવલ રેલવે લાઇનને સમાંતર આવેલા રસ્તા પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવકને અટકાવીને તેની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આરોપી પાસેથી 5.006 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹2,50,300 થાય છે. આ ઉપરાંત આરોપી પાસેથી રોકડા ₹700, ₹4,000ની કિંમતનો એક મોબાઈલ ફોન, પાર્સલની પ્લાસ્ટિક ટેપ, ખાલી થેલીઓ તથા સ્કૂલબેગ સહિત કુલ ₹2,55,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપીની ઓળખ 25 વર્ષીય અવિનાશકુમાર બબલુસિંગ (ભૂમિહાર) તરીકે થઈ છે. આરોપી મૂળ બિહારના શેખપુરા જિલ્લાના સીરારે ગામનો વતની છે અને હાલ ડિંડોલીના નવાગામ વિસ્તારમાં નીલકંઠ નગરમાં રહેતો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ, 1985ની કલમ 8(C), 20(B)(II-B) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને શહેરના કયા વિસ્તારોમાં તેનું વિતરણ કરવાનું હતું, તે સમગ્ર નેટવર્કની કડીઓ મેળવવા આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.