🔥 TRENDING Telangana man ends life after video ca... Orangutan rescued in Odisha amid smugg... Three deaths confirmed in Pallahara as... Woman seriously injured in sword attac... Andhra Pradesh Unveils ‘One Water’ Str... Andhra Opposition Calls for CBI Probe...
10 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના મેલજ ગામે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

✍️ Reporter: Gilani Asikali 🗓 09 Sep 2026, 07:15 AM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ રૂરલ પોલીસે વિરમગામ તાલુકાના મેલજ ગામમાં બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે મેલજ ગામમાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતાં વિશાલભાઈ ભરતભાઈ ઠાકોર, વિજયભાઈ કાન્તિભાઈ રાવળ, મહેશભાઈ, ભરતભાઈ ઠાકોર, બાબુભાઈ, અમૃતભાઈ મકવાણા, ખોડાજી અને રમેશભાઈ ઠાકોર સહિતના શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 14,130 સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા તમામ શખ્સો મેલજ ગામ, વિરમગામ તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App