Crime
અરવલ્લી અને સાબરકાંઠામાં 5 મોટરસાઈકલ ચોરીના ગુન્હાઓમાં 'કાલેબેલીયા ગેંગ'ના આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો..
Watch on:
▶️ YouTube
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા 5 મોટરસાઈકલ ચોરીના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપી નરેશભાઈ જોરાવર કનીપા (કાલબેલીયા) ને લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લીએ રાજસ્થાનના સિમલવાડામાંથી ઝડપી પાડ્યો છે..
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા કુલ 5 મોટરસાઈકલ ચોરીના ગુન્હાઓમાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા 'કાલેબેલીયા ગેંગ'ના આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અરવલ્લીએ રાજસ્થાન રાજ્યના સિમલવાડા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના સૂચનોને અનુસરેલી છે,જેમાં લાલશાહી અને ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અસરકારક કામગીરી કરવાનું નિર્દેશ મળ્યું હતું.આ ઓપરેશન દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર મહિપાલસિંહ એચ ઝાલા (LCB અરવલ્લી-મોડાસા) ના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફે ખાનગી રહેતાં બાતમીદારોને સક્રિય કરીને કામગીરી હાથ ધરી હતી.તે દરમિયાન LCB ટીમ રાજસ્થાન રાજ્યના નારાતો ફરતા આરોપીઓને પકડવાની કામગીરી માટે સિમલવાડા મુકામે તાત્કાલિક હાજર હતી.ત્યાં મળેલી બાતમીની હકીકત આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો..
પકડાયેલ આરોપી નરેશભાઈ જોરાવર કનીપા (કાલબેલીયા) છે, જે મૂળ રહેવાસી પગારા, તા. સિમલવાડા, જિ. ડુંગરપુર (રાજસ્થાન) અને હાલ રહેવાસી ધોલવાણી ત્રણ રસ્તા પાસે ભિલોડા, જિ. અરવલ્લી છે. તેની પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત ગુન્હાઓની કબુલાત કરી છે.આ ગુન્હાઓમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન (ગુ.ર. નં. 74/2018 અને 11188009251071/2025), મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન (ગુ.ર. નં. 20/2019), ભિલોડા પોલીસ સ્ટેશન (ગુ.ર. નં. 11188003210297/2021) અને સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશન (ગુ.ર. નં. 11209014210540/2021) ના કેસોનો સમાવેશ થાય છે.આરોપીની ઉપરોક્ત ગુન્હાઓના કામમાં અટક કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાબરકાંઠાના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી નારાતો ફરતો હોવાથી, ત્યાં અલગથી જાણ કરવામાં આવી છે. આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઈન્સપેક્ટર મહિપાલસિંહ એચ ઝાલા,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ સાલુસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિશ્વદીપસિંહ મહાવીરસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકકુમાર અરવિંદભાઈનો સમાવેશ થાય છે.