🔥 TRENDING Three Children Injured After Ceiling C... CNG, PNG Prices Hike in Jaipur Effecti... અમરેલી પોલીસે 12 વર્ષ પહેલા ગુમ થયેલી... Delhi Police Detain Rahul Gandhi, Over... छगनलाल प्रजापत को ग्राम पंचायत बेड़ा म... अलीगंज में श्री रामलीला महोत्सव-2026 क...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડિયા: અરજણસુખમાં સિંહણના હુમલાથી 5 લોકો ઘાયલ, સિંહણનું મૃત્યુ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 06 Oct 2026, 11:30 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરજણસુખ ગામમાં 12 કલાકમાં 5 લોકો પર હુમલો કરનાર સિંહણને રેસ્ક્યૂ બાદ 20 કલાકમાં મૃત્યુ થયું.

વડિયા, અમરેલી જિલ્લાની અરજણસુખ ગામમાં 12 કલાકમાં 5 લોકો પર હુમલો કરનાર સિંહણને રેસ્ક્યૂ બાદ 20 કલાકમાં મૃત્યુ થયું.

1 ઓક્ટોબરની મોડી રાત્રે 12 વાગ્યે તોરી ગામના મેહુલ વાજા અને ભગીરથ બસિયા અરજણસુખ ગામમાં બાઇક પર પરત ફરતા હતા ત્યારે સિંહણે તેમના પર હુમલો કર્યો. બંને યુવાનો ઈજાગ્રસ્ત થયા.

2 ઓક્ટોબરની વહેલી સવારે કપાસના ખેતરમાં કામ કરતા બે ખેડૂતો અને રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વનરક્ષક અનિરુદ્ધ વાળા પર પણ સિંહણે હુમલો કર્યો, કુલ 5 લોકો ઘાયલ થયા.

શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીન અને ACF રાજન જાદવના નેતૃત્વમાં 6 ટીમોએ ડ્રોન અને ટ્રાન્ક્વિલાઈઝર ગન સાથે 12 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. બપોરે 1 વાગ્યે સિંહણને બેભાન કરી પાંજરામાં બંધ કરી લેવામાં આવી.

રેસ્ક્યૂ બાદ 2-3 વર્ષની સિંહણને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી, જ્યાં તેણે અસામાન્ય વર્તન દર્શાવ્યું. 20 કલાકમાં 3 ઓક્ટોબરે તેનું મોત થયું. DCF ચિરાગ અમીને જણાવ્યું કે પ્રાથમિક લક્ષણો હડકવા જેવા હતા. સિંહણના મગજના નમૂનાઓ આનંદ કૃષિ યુનિવર્સિટીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તમામ 5 ઈજાગ્રસ્તોને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે અને વનવિભાગે આસપાસના વિસ્તારમાં તપાસ વધારી દીધી છે.

આ ઘટનાએ ફરી એકવાર માનવ-વન્યજીવ સંઘર્ષના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે.
📲Get App