🔥 TRENDING Fans Praise Intensity of Pakistan-Indi... श्रीगंगानगर के सीमावर्ती गांवों में 35... 32 દેશોના નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત... अलीगंज हनुमान मंदिर में महाप्रसाद वितर... Kumkum Mohod Sets Sights on Olympic Ar... Ekta Kapoor’s Early 2000s Dramas Redef...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
5 વર્ષ અને 11 મહિનાની દ્વિતી નીરવ કતારીયાએ 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં ગુજરાત RTO કોડ્સની યાદગીરીથી રાષ્ટ્રીય માન્યતા મેળવી
Local

5 વર્ષ અને 11 મહિનાની દ્વિતી નીરવ કતારીયાએ 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં ગુજરાત RTO કોડ્સની યાદગીરીથી રાષ્ટ્રીય માન્યતા મેળવી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Sep 2026, 11:38 AM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની રહેવાસી દ્વિતી નીરવ કતારીયાએ 1 મિનિટ 31 સેકન્ડમાં ગુજરાતના તમામ RTO કોડ્સ યાદ કરીને 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં નોંધાવી, જેનાથી સમગ્ર ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે.

સુરતની રહેવાસી અને માત્ર 5 વર્ષ અને 11 મહિનાની દ્વિતી નીરવ કતારીયાએ અદ્ભુત સ્મરણશક્તિના બળે 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં નામ નોંધાવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

દ્વિતીએ માત્ર 1 મિનિટ અને 31 સેકન્ડના અવિશ્વસનીય સમયમાં ગુજરાતના તમામ RTO લોકેશનના કોડ્સ ફાસ્ટેસ્ટ રિકોલ કરીને આ રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે.

આ અસાધારણ સફળતા પાછળનું મુખ્ય કારણ દ્વિતીની અનોખી જિજ્ઞાસાવૃત્તિ અને સતત પ્રશ્નો પૂછવાની આદત રહી છે. એકવાર પરિવાર સાથે ટૂર પર જતી વખતે તેણે ગાડીની નંબર પ્લેટ પર નજર નાખી અને રસ્તા પર દોડતી ગાડીઓ પર લખેલા અલગ-અલગ કોડ્સ જોઈને તેનું કુતૂહલ જાગ્યું.

માતા કૃણાલીબેન કતારીયાએ જણાવ્યું હતું કે, એનામાં જિજ્ઞાસાવૃત્તિ વધારે છે અને પ્રશ્ન પૂછવાની આદત વધારે છે.
📲Get App