🔥 TRENDING मीरजापुर में विधान परिषद चुनाव-2026 की... Two Wild‑Card Contestants Join Bigg Bo... Malayalam Actress Mamita Baiju Cast as... Power bank explosion sparks panic on I... સુરતમાં નવરાત્રીનો અનોખો માહોલ: પાલતુ... રાપર પોલીસે દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદમાં તસ્કરોનો તરખાટ : નિવૃત્ત શિક્ષકના બંધ મકાનને નિશાન બનાવી રૂ.4.80 લાખની ચોરી

✍️ Reporter: Pankaj Pandit 🗓 13 Oct 2026, 10:04 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદમાં તસ્કરોનો તરખાટ : નિવૃત્ત શિક્ષકના બંધ મકાનને નિશાન બનાવી રૂ.4.80 લાખની ચોરી

પરિવાર અમદાવાદ ગયો હતો ત્યારે તાળું તોડી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી : એક જ સમયગાળામાં પોસ્ટ ઓફિસમાં પણ તાળું તૂટ્યાની માહિતીથી પોલીસ સામે પડકાર

ઝાલોદ નગરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. મુવાડા મંદિર ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષકના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ અંદાજે રૂ.4.80 લાખની મતા ચોરી કરી હોવાની ફરિયાદ ઝાલોદ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, મુવાડા મંદિર ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષક સુભાષચંદ્ર જગજીવનદાસ પટેલ તા.7 ઓક્ટોબરના રોજ સવારે પત્ની સાથે અમદાવાદ હાઇકોર્ટના કામકાજ અર્થે ગયા હતા. મકાનને તાળું મારી બંને અમદાવાદ ગયા હતા. ત્યારબાદ તા.9 ઓક્ટોબરના રોજ તેમના મોટા ભાઈ ગિરીશકુમારનો ફોન આવ્યો હતો અને મકાનના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું તેમજ ઘરમાં ચોરી થયેલી હોવાનું જણાયું હોવાનું જણાવ્યું હતું.
આથી નિવૃત્ત શિક્ષક તથા તેમની પત્ની અમદાવાદથી ઝાલોદ પરત આવી મકાન તપાસતા આગળના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ઘરમાં સામાન વેરવિખેર હતો તેમજ અંદરના રૂમમાં આવેલી તિજોરીનું લોક પણ તૂટેલું હતું. તપાસ કરતા તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ ગાયબ હોવાનું જણાયું હતું.
ચોરી ગયેલી મતામાં આશરે રૂ.20 હજારના ચાંદીના ત્રણ ગ્લાસ, રૂ.15 હજારના ચાંદીના ત્રણ છડા, રૂ.15 હજારના ચાંદીના ત્રણ સિક્કા, રૂ.90 હજારનું સોનાનું મંગળસૂત્ર, રૂ.1.80 લાખની ચાર સોનાની બંગડીઓ, રૂ.30 હજારની સોનાની બુટ્ટી, રૂ.40 હજારની ચાર સોનાની વીંટીઓ તથા રૂ.90 હજાર રોકડ મળી કુલ રૂ.4.80 લાખની મતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, ચોરીનો બનાવ બન્યો તે સમયગાળા દરમિયાન મુવાડા મંદિર ફળિયામાં આવેલી પોસ્ટ ઓફિસમાં પણ તાળું તૂટેલું હોવાની માહિતી મળી હતી. જેના પગલે એક જ વિસ્તારમાં થયેલી આ ઘટનાઓને લઈ પોલીસ તપાસ સામે મહત્વનો પડકાર ઊભો થયો છે.

*ચોરોનું પગેરું મેળવવા પોલીસ તપાસ તેજ*

નિવૃત્ત શિક્ષકની ફરિયાદના આધારે ઝાલોદ પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મકાનમાં પ્રવેશી તિજોરી તોડી દાગીના અને રોકડ ચોરી કરનાર તસ્કરો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સ્થળ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે અને સ્થાનિકોમાં સુરક્ષાને લઈ ચિંતા જોવા મળી રહી છે. હવે પોલીસ માટે તસ્કરોનું પગેરું મેળવી ચોરીનો ભેદ ઉકેલવો અને ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવો મહત્વનું બન્યું છે.
📲Get App