🔥 TRENDING धमौल बाजार में नवरात्रि का उत्साह: कलश... जिंतूर शहरात नवरात्री उत्सवाची जय्यत त... Rashtriy loktantra party Jacqueline Fernandez Reveals Weekly St... Pravin Tarde Criticises Bollywood’s Ab... Kangana Ranaut brands CJI and call for...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર નજીક હાઇવે પર અજાણ્યા આધેડનું મોત: નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર અકસ્માત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 11:05 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાંકરોલ પાસે નેશનલ હાઇવે-48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં એક અજાણ્યા આધેડનું દુઃખદ અવસાન થયું છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર નજીક કાંકરોલ ગામ પાસે નેશનલ હાઇવે-48 પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે.આ અકસ્માતમાં એક અજાણ્યા આધેડ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું..

પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો તે અંગે હાલ સ્પષ્ટતા નથી,પરંતુ હાઇવે પર થયેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે.મૃતક આધેડ વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવા માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે..

આ બનાવને પગલે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
📲Get App