🔥 TRENDING Haryana's Vijay Hazare Trophy 2017-18... Haryana Aims to Lead Next Phase of Aut... India Post GDS 2026 Result Expected So... SGPC members asked to explain meeting... Indian Youth Gurpreet Sentenced to Dea... અમદાવાદમાં સાયબર ફ્રોડની 8 ફરિયાદો: 30...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કામરેજમાં 46 વર્ષીય રત્નકલાકાર જાહેરમાં મૃત હાલતમાં મળી આવ્યા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 11:24 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજમાં નનસાડ રોડ નજીક એક 46 વર્ષીય રત્નકલાકાર રાજેશભાઈ દોંગા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

કામરેજમાં નનસાડ રોડ નજીક જાહેરમાં એક 46 વર્ષીય રત્નકલાકાર મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક રત્નકલાકારની ઓળખ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ વલ્લભભાઈ દોંગા તરીકે થઈ છે. તેઓ મૂળ જૂનાગઢ જિલ્લાના મોટી મોણપરી ગામના વતની હતા. હાલ તેઓ કામરેજમાં નનસાડ રોડ પર આવેલા ઓપેરા હોમ્સમાં મકાન નંબર બી-313માં રહેતા હતા અને હીરા મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App