🔥 TRENDING વડોદરા: તરસાલી-સોમનાથ રોડ પર ડામર પીગળ... J&K CM Urges Bharat Ratna for CEC Afte... West Bengal Doctors Protest Over Alleg... Vigilance Bureau raids residence of Bi... Gandak River Embankments Breach at Two... 9-year-old girl dies as school stairca...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Jobs & Career

કચ્છમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની કુલ 455 જગ્યાઓ માટે ભરતી જાહેર

✍️ Reporter: Samasandhi Salman Anwar 🗓 30 Sep 2026, 01:25 PM 👁 12
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની કુલ 455 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત, આંગણવાડી કાર્યકરની 200 જગ્યાઓ અને તેડાગરની 255 જગ્યાઓ એમ કુલ 455 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

આંગણવાડી કાર્યકર બનવા માટે ધોરણ 12 પાસ અને તેડાગર બનવા માટે ધોરણ 10 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. કાર્યકર માટે માસિક રૂ. 10,000 અને તેડાગર માટે માસિક રૂ. 5,500 માનદ વેતન નક્કી કરવામાં આવ્યું છે. આંગણવાડી કાર્યકર માટે મહત્તમ વયમર્યાદા 33 વર્ષ અને તેડાગર માટે 43 વર્ષ રાખવામાં આવી છે.

રસ ધરાવતા ઉમેદવારો 14 ઓક્ટોબર 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા e-HRMS ગુજરાત પોર્ટલ મારફતે હાથ ધરવામાં આવશે. અરજી કરતી વખતે ઉમેદવારોએ અંગ્રેજીમાં વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ઉમેદવારોની પસંદગી ઓનલાઈન મેરીટ યાદીના આધારે કરવામાં આવશે.
📲Get App