🔥 ट्रेंडिंग దోండాపర్తిలో అగ్ని ప్రమాదం जसोल मंदिर जा रहे श्रद्धालुओं को पुलिस... ஈரோடு அரசு மருத்துவமனையில் மாற்றுத்திற... અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલએ કેન્સ... ફતેપુરા - અમદાવાદ રૂટની બસને માળિયા નજ... पीआरडी जवानों को योगी सरकार की बड़ी सौ...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ભરૂચ જિલ્લામાં રૂ.45.22 લાખની સાયબર ઠગાઈમાં 4 આરોપીઓ ધરપકડ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 12:32 PM 👁 121
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચમાં ટ્રેડિંગમાં નફાની લાલચથી રૂ.45.22 લાખની છેતરપિંડી કરવામાં 400થી વધુ ડમી સીમકાર્ડનો ઉપયોગ થયો, જેના પરિણામે ચાર આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા..

ભરૂચ જિલ્લામાં-:
સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી કરવામાં આવી, જેમાં ટ્રેડિંગમાં વધુ નફાની લાલચથી રૂ.45.22 લાખની છેતરપિંડીનો કેસ ખુલ્યો. પોલીસ દ્વારા આ કિસ્સામાં જોડાયેલા ચાર આરોપીઓને ઝડપવામાં આવ્યા.તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ 400થી વધુ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરીને વિવિધ વોટ્સએપ એકાઉન્ટ સક્રિય કર્યા.આ એકાઉન્ટો દ્વારા સાયબર ઠગોને નમ્બરો આપીને તેઓને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન અને નાણાકીય ઠગાઈમાં સહાયતા કરવામાં આવી..

આ છેતરપિંડીનું મુખ્ય ઉદ્દેશ ટ્રેડિંગ ક્ષેત્રમાં અયોગ્ય નફો મેળવવાનો હતો.આરોપીઓએ નકલી સીમકાર્ડો દ્વારા અનેક નાણાકીય પ્લેટફોર્મમાં ખોટા ટ્રાન્ઝેક્શન કરીને રોકડ હાંસલ કરવાનો પ્રયાસ કર્યો.પોલીસએ આરોપીઓને કસ્ટડીમાં રાખી, આગળની તપાસ અને કોર્ટ પ્રક્રિયા માટે તૈયારીઓ શરૂ કરી છે. કેસ સંબંધિત વધુ માહિતી મળતા જ અપડેટ કરવામાં આવશે.
📲Get App