🔥 ट्रेंडिंग भाजपा-अकाली दल गठबंधन की चर्चा 2027 पं... एससी ने पंजाब को पर्यावरण और आधारभूत स... पंजाब में खेतों की आग लगने की घटनाएँ 1... ज्ञानेश कुमार के इस्तीफे के संबंध में... नागांव उपचुनाव: भाजपा के देबाशीश शर्मा... સુરતના સરથાણામાં સ્વામિનારાયણ પરમસુખ ગ...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નળસરોવર પોલીસની મોટી કાર્યવાહી કોડીનયુક્ત નશાકારક કફ સિરપની 450 બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયાકુલ રૂ. 6,30,550નો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 09 अक्टू. 2026, 08:34 AM 👁 65
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોડીનયુક્ત કફ સીરપ જપ્ત

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ડીવીઝનના નળસરોવર પોલીસ દ્વારા નશાકારક કફ સિરપના જથ્થા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા કફ સિરપ ભરેલી કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે કોડીનયુક્ત નશાકારક કફ સિરપની કુલ 450 બોટલ, જેની કિંમત રૂ. 18,550 હોવાનું જણાવાયું છે, તેમજ કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 6,30,550નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન અરસનભાઈ રેવાભાઈ કોળી પટેલ, કમલેશભાઈ તીરુભાઈ સોલંકી રહે. સાણંદ તથા સદ્દામભાઈ બાબુભાઈ ખલીફા રહે. દેવદર, સાણંદને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
આ મામલે વિરમગામ–નળસરોવર પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App