🔥 ट्रेंडिंग भारत की Q1 FY24 जीडीपी वृद्धि 7.1% तक... अमेरिकी ईरान प्रतिबंधों से प्रभावित चा... उर्वशी रौतेला ने ध्वज‑प्रेरित गाउन में... ब्रह्मास्त्र 2 के अतिरंजित दावों से दर... NBC4 एंकर जोसेफ ओल्मो ने इस्तीफा दिया,... संतोष वेंकी का ‘ऑरा’ – टॉक्सिक फिल्म क...
26 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરમાં 449 બિન હથિયારી PSIને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત
अपराध

ગાંધીનગરમાં 449 બિન હથિયારી PSIને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 08 जुल. 2026, 08:55 PM 👁 65
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યના પોલીસ વિભાગમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા 449 ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા.

શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્ધાર સાથે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પોલીસ વિભાગમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા 449 પ્રતિભાશાળી ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રીના વરદહસ્તે આ નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. આ નવી ભરતી રાજ્યના પોલીસ દળને વધુ મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપશે.

આ અવસરે ગુજરાત પોલીસ અકાદમી દ્વારા તૈયાર કરવામાં આવેલા તેમજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની બેઝિક તાલીમના સિલેબસમાં સમાવવામાં આવેલા નવી ન્યાય સંહિતાના પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકો તાલીમાર્થીઓને આધુનિક કાયદાકીય પ્રણાલીથી માહિતગાર કરવામાં મદદરૂપ થશે.
📲Get App