Local
સુરતમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગના 40,000 મશીન માલિકો કાયદાકીય મુદ્દે એકત્રિત: 'મહામંથન' કાર્યક્રમ યોજાયો
Watch on:
📘 Facebook
સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલા શ્રમિકોના વિરોધ વચ્ચે, ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબ વર્ક એસોસિએશન ઓફ સુરત (TEJAS) દ્વારા 'મહામંથન' કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં 35,000થી 40,000થી વધુ મશીન માલિકો જોડાયા.
સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં છેલ્લા ચાર મહિનાથી 8 કલાકની નોકરી અને સાપ્તાહિક રજાના કાયદાકીય મુદ્દે શ્રમિકો દ્વારા ચાલી રહેલા વિરોધ વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબ વર્ક એસોસિએશન ઓફ સુરત (TEJAS) દ્વારા એન્થમ સર્કલ પાસેના ઇડન ગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 'મહામંથન' નામના એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાંથી 35,000 થી 40,000 થી વધુ એમ્બ્રોઇડરી મશીન માલિકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અને મશીન માલિકોના મંતવ્યો જાણવાનો હતો.
તેજસના કમિટી સભ્ય કરુણેશ રાણપરીયાએ આ પ્રસંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "યુનિયનો દ્વારા કારીગરોને સતત ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ મહામંથન કોઈના શોષણ માટે કે કારીગરોના વિરોધમાં નથી, પરંતુ કાયદાની સાચી હકીકત અને ઉદ્યોગની સ્થિતિ લોકો સમક્ષ સ્પષ્ટપણે મૂકવા માટે યોજાયું છે." આ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગના હિતમાં યોગ્ય પગલાં લેવાની દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા.