🔥 TRENDING হাওড়া ব্রিজের ড্রোন শো Bangladesh’s mango diplomacy with Indi... India vs West Indies 2nd T20I: Live st... T20I Cricket’s Highest Successful Run... Harmanpreet Kaur resigns as captain of... Salman Khan's Official YouTube Channel...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દ્વારકામાં અનંત અંબાણીની પ્રેરણાથી 4,000 યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદનો શુભારંભ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 10 Oct 2026, 12:12 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રિલાયન્સ ફાઉન્ડેશનની સહાયથી દ્વારકામાં 'યાત્રિક ભોજન પ્રસાદાલય' ખાતે દરરોજ 4,000 થી વધુ શ્રદ્ધાળુઓને શુદ્ધ અને સાત્વિક ભોજન વિનામૂલ્યે પીરસવામાં આવશે.

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હજારો ભક્તો માટે એક આનંદદાયક પહેલ શરૂ કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીની પ્રેરણા અને રિલાયન્સ ફાઉન્ડેશનની આર્થિક સહાયથી દ્વારકામાં ‘યાત્રિક ભોજન પ્રસાદાલય’ ખાતે વિનામૂલ્યે ભોજન પ્રસાદ સેવાનો શુભારંભ થયો છે.

આ યોજના હેઠળ, 7 ઓક્ટોબર, 2026 થી દરરોજ અંદાજે 4,000 થી વધુ શ્રદ્ધાળુઓ શુદ્ધ, સાત્વિક અને પવિત્ર ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકશે. આ સેવા દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત, પૂજારી પરિવાર તેમજ સમસ્ત પંડા સમાજના સંચાલન હેઠળ કાર્યરત રહેશે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ભૂખ સંતોષવાનો નથી, પરંતુ દ્વારકા આવતા પ્રત્યેક યાત્રિકને દિવ્ય આત્મીયતા, સન્માન અને “અતિથિ દેવો ભવ:” ની સનાતન પરંપરાનો અનુભવ કરાવવાનો છે.

અગાઉ મંદિરની 56 સીડી પાસે માત્ર ₹30 માં ભોજન મળતું હતું, પરંતુ આ નવી જાહેરાત બાદ હવે તમામ યાત્રિકો માટે ભોજન પ્રસાદ સંપૂર્ણ વિનામૂલ્યે કરી દેવામાં આવ્યું છે. આનાથી દ્વારકાધીશના દર્શને આવતા ગરીબ અને મધ્યમ વર્ગના યાત્રિકોને મોટી રાહત મળશે અને તેઓ કોઈપણ ચિંતા વિના પ્રસાદ ગ્રહણ કરી શકશે.
📲Get App