🔥 TRENDING ‘First Christmas’ Film to Start Shooti... ‘Oka Court Case’ Spotlight on Contempo... Meghalaya aims for $16 billion economy... Bangladesh Measles Outbreak Claims 9 L... Dr. Vaidehi Taman Delves into Kashmir’... Alliance City Launches Three New Resid...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Travel

વડનગર એસટી ડેપો ને ભાદરવી પૂનમનો મેળો ફર્યો . 40 બસોથી 750 ટ્રીપ નું સંચાલન ડેપોને રૂપિયા 42 લાખ ની આવક થઈ.

✍️ Reporter: Rushikesh Joshi 🗓 28 Sep 2026, 03:52 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડનગર એસટી ડેપો ને ભાદરવી પૂનમનો મેળો ફર્યો . 40 બસોથી 750 ટ્રીપ નું સંચાલન ડેપોને રૂપિયા 42 લાખ ની આવક થઈ.

વડનગર એસટી ડેપો ને ભાદરવી પૂનમનો મેળો ફર્યો .
40 બસોથી 750 ટ્રીપ નું સંચાલન ડેપોને રૂપિયા 42 લાખ ની આવક થઈ.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમના મહા મેળામાં શ્રદ્ધાળુ ને સરળ અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા વડનગર એસટી ડેપો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું આ વિશેષ બસોને મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા ડેપોને રૂપિયા ૪૨ લાખની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મહેસાણા એસટી વિભાગના વડનગર ડેપોના મેનેજર શ્રી અંકિતકુમાર ડી મોદીના માર્ગદર્શન હેઠળ વડનગર ડેપોના આયોજનથી શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી તારીખ 20 સપ્ટેમ્બર થી તારીખ 27 સપ્ટેમ્બર 2026 સુધી અંબાજી જતા અને પરત ફરતા શ્રદ્ધાળુઓ માટે કુલ 40 બસો મૂકવામાં આવી હતી બસો દ્વારા કુલ 750 ટ્રીપ કરવામાં આવી હતી અને 33,333 મુસાફરોએ શ્રદ્ધાળુઓએ યાત્રાળુએ લાભ લીધો તેમજ 8500 કિલોમીટરનું સંચાલન કરાયું હતું સમગ્ર વ્યવસ્થા દરમિયાન તમામ ડ્રાઇવર કંડકટર અને મિકેનિક વહીવટી તેમજ સુપરવાઇઝર કર્મચારીઓએ મુસાફરોને જરૂરી માર્ગદર્શન તથા સહયોગ પૂરો પાડ્યો હતો અને અલગથી મેળામાટે પોઇન્ટ ની અંદર સુવિધા ઉભી કરવામાં આવી હતી
📲Get App