🔥 ट्रेंडिंग पंकज त्रिपाठी ने कहा, ‘परिवारिक मनुरंज... श्रद्धा कपूर ने ‘ईथा’ संवाद विवाद में... केसी बोकड़िया ने कहा, ‘फूल बने अंगारै’... बेंगलुरु के आईटी पेशेवर को बॉलीवुड अभि... पार्करॉयल होटल ग्रूव शिंजुकु ने विश्व... टॉम वुल्फ ने स्प्लाइस टुडे पर सोशल एक्...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સીમાડા ખાડી પર બ્રિજ કામગીરી દરમિયાન 40 ફૂટ ઊંડા ખાડામાં દુકાનનો હિસ્સો તૂટી પડ્યો, શ્રમિકો માંડ બચ્યા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 अक्टू. 2026, 11:35 PM 👁 44
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સીમાડામાં બ્રિજ બાંધકામ દરમિયાન ઊંડા ખાડાથી બાજુની એક દુકાનનો ભાગ ખાડીમાં ધસી ગયો હતો. ઘટનામાં શ્રમિકો માંડ બચ્યા હતા, જ્યારે ભૂસ્ખલનને કારણે પાણીની લાઇનો પણ નુકસાનગ્રસ્ત બની હતી.

સીમાડામાં ખાડી પર બની રહેલા બ્રિજની કામગીરી દરમિયાન ઘટના બની છે. અહીં ઊંડા ખાડાથી બાજુમાં જ એક દુકાનનો હિસ્સો ખાડીમાં તૂટી પડ્યો હતો. સદનસીબે ઘટના સમયે હાજર રહેલા શ્રમિકો માંડ બચ્યા હતા.

એન્જલ સિરામિકના ચિરાગ ભાઈએ જણાવ્યું હતું કે, દુકાન પાસે જ 40 ફૂટ ઊંડો ખાડો કરાતાં પહેલાં રોડ ધસી પડ્યો હતો. ત્યારબાદ દુકાનની દીવાલ અને આગળનો ભાગ ખાડીમાં તૂટી પડ્યો હતો. તેમણે કહ્યું કે, 'આંખના પલકારામાં દીવાલ તૂટી પડી, અમે માંડ બચ્યા.' ઘટના સમયે દુકાનમાં પિતા અને કારીગરો હાજર હતા, જેઓ તરત જ ખસી ગયા હતા.

દુકાનના વેપારીએ આ ઘટનાને બેદરકારી ઠેરવી છે. બીજી તરફ તંત્રએ એવું તારણ રજૂ કર્યું છે કે, 'ચોમાસામાં માટી પોચી થતાં આ દુર્ઘટના સર્જાઈ છે.' ભૂસ્ખલનને કારણે પાણીની લાઇનો પણ ડેમેજ થઈ હતી.

ઘટનાની જાણ થતાં સરથાણા ઝોન, બ્રિજ સેલ અને હાઇડ્રોલિક વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તંત્ર દ્વારા માટી પુરાણ અને લાઇન મરામત શરૂ કરવામાં આવી છે.
📲Get App