अपराध
અમદાવાદમાં હોમગાર્ડ યુનિટના 4 જવાનો સામે ₹2,000ની લાંચનો ગુનો નોંધાયો
અમદાવાદના રખિયાલ-ગોમતીપુર વિસ્તારમાં ફરજ બજાવતા ઈ-ડિવિઝન હોમગાર્ડ યુનિટના ડિવિઝન કમાન્ડર સહિત ચાર કર્મચારીઓ સામે લાંચ માંગવાના આક્ષેપે ગુનો નોંધાયો છે.
અમદાવાદ શહેરના રખિયાલ-ગોમતીપુર વિસ્તારમાં ફરજ બજાવતા ઈ-ડિવિઝન હોમગાર્ડ યુનિટના ડિવિઝન કમાન્ડર સહિત ચાર હોમગાર્ડ કર્મચારીઓ સામે ₹2,000ની લાંચ માંગવાના આક્ષેપસર ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, ફરિયાદીને ફરીથી ટ્રાફિકમાં નોકરી કરવી હોય તો દર મહિને ₹1,000નો હપ્તો આપવો પડશે તેવી માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ આક્ષેપો સાબિત થતાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી છે.
આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના બે આરોપીઓની ધરપકડ બાકી હોવાનું જણાવાયું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.