🔥 ट्रेंडिंग अरुणाचल सीमा पर चीन को भारत की चेतावनी सावर में बरामद किए गए क्रूड बम दिल्ली में बीएमडब्ल्यू ने महिला को कुच... अपराध शाखा ने वांछित अपराधी को पकड़ा बिहार ताजा समाचार मणिपुर बीजेपी सरकार ने कांग्रेस पर साध...
12 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
मौसम

અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત, તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો; આગામી બે દિવસ હળવા વરસાદની શક્યતા

✍️ रिपोर्टर: Semil Lakhani 🗓 11 अग. 2026, 07:44 PM 👁 20
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોન્સૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શહેરમાં વાદળછાયું વાતાવરણ, ઠંડકમાં વધારો

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોન્સૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

વરસાદી વાતાવરણની અસર શહેરના તાપમાન પર પણ જોવા મળી છે. એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં આશરે 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય કરતાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને બપોર બાદ અથવા સાંજના સમયે વરસાદની શક્યતા વધુ રહેવાની સંભાવના છે.

રાજ્યમાં સક્રિય મોન્સૂન સિસ્ટમના કારણે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ ચાલુ રહી શકે છે. જોકે, 13 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
📲Get App