🔥 TRENDING दिल्ली भाजपा की सह-प्रभारी दर्शना जरदो... LCBએ શિહોરી માનપુરમાં દારૂ ભરેલી સ્કોર... रात के अंधेरे में मददगार बनी यूपी-112,... કડીમાં નગરપાલિકાએ દબાણ દૂર કરીને લારી... बीजेपी ने हनुमानगढ़ में पंचायती राज चु... ED Summons Brother-in-Law of Punjab CM...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બગસરા માં શો-રૂમ પ્રોજેક્ટ માટે વેપારીઓને 4 લાખથી વધુની છેતરપિંડી, આરોપી સામે ગુનો દાખલ
Crime

બગસરા માં શો-રૂમ પ્રોજેક્ટ માટે વેપારીઓને 4 લાખથી વધુની છેતરપિંડી, આરોપી સામે ગુનો દાખલ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 09 Sep 2026, 11:16 AM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગસરા, અમરેલીમાં શો-રૂમ બનાવવા નામે ચાર વેપારીઓને કુલ રૂ. 4,01,760/-ની સામગ્રી ઉધાર આપીને નાણાં ન ચૂકવતા અનિલભાઈ રાઠોડ સામે ગુનો દાખલ થયો.

બગસરા, અમરેલીમાં શો-રૂમ બનાવવા નામે વેપારીઓ સાથે મોટી છેતરપિંડીનો કેસ આવ્યો છે. બગસરા જેતપુર રોડ પર નાયરા પંપની બાજુમાં રહેતા અને વેપાર કરતા મેહુલભાઈ જયંતિભાઈ વાઘેલા (ઉ.વ. 41) સામે રૂ. 1,31,000/-ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

આરોપી અનિલભાઈ રાઠોડ ઉર્ફે પ્રણવભાઈ સોનીએ બગસરા અને અમરેલીમાં બ્રાન્ડેડ કપડાં તથા બૂટ-ચપ્પલનો શો-રૂમ બનાવવા માટે બાબુભાઈ સતાસીયાની દુકાન ભાડે રાખી હોવાનું જણાવી વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો હતો.

અનિલભાઈએ મેહુલભાઈ પાસેથી પ્લાયવૂડના 40 પાટિયા, 50 કિલો ફેવિકોલ, શટર લોક, કલરના ડબ્બા વગેરે ઉધાર લઈ પેમેન્ટ ચૂકવ્યો ન હતો. હિરાણી હાર્ડવેરમાંથી રૂ. 36,100/-નું કલર, ગોપી ઇલેક્ટ્રિકમાંથી રૂ. 1,60,660/-નું વાયર-પંખાનો સામાન અને વૃંદાવન ઇલેક્ટ્રિકમાંથી રૂ. 74,000/-નું AC અને LED TV ઉધાર લીધા હતા.

મોટા ચાર વેપારીઓ પાસેથી કુલ રૂ. 4,01,760/-ની સામગ્રી ઉધાર લઈને નાણાં ન આપતા અનિલભાઈ સામે બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. પો. સબ ઇન્સ. એચ.જી. મારૂ તપાસ ચલાવી રહ્યા છે.

રિપોર્ટર: રંગપરા શૈલેષભાઈ, NEED 24 NEWS, અમરેલી.
📲Get App