🔥 TRENDING विधायक की पहल पर दारू चौक में लगा नया... राजस्थान में पंचायती राज चुनाव की घोषण... વંથલી તાલુકામાં પ્રજાલક્ષી પ્રશ્નોના ન... आज हरियाणा में प्रशासनिक तबादलों में स... Tipra Motha Targets 470-500 Village Co... Tripura CM Reaffirms Commitment to Str...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અંજાર પોલીસે ‘ચડ્ડી-બનિયાન ગેંગ’ના 4 સભ્યોને દાનપેટી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા

✍️ Reporter: Rameshbhai Ven 🗓 03 Oct 2026, 05:40 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંજાર પોલીસે ખંભરા ગામના મતિયાદેવ મંદિરમાં થયેલી દાનપેટી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે ‘ચડ્ડી-બનિયાન ગેંગ’ના ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

અંજાર તાલુકાના ખંભરા ગામમાં આવેલા મતિયાદેવ મંદિરમાં રાત્રિના સમયે થયેલી દાનપેટી ચોરીની ઘટનાને અંજાર પોલીસે ગંભીરતાથી લીધી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ચોરીને અંજામ આપનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વર્ષામેડીથી મેઘપર ડાયનાલ પાસે ચાર શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખંભરા ગામના મતિયાદેવ મંદિરમાંથી દાનપેટીની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મિથુન વરસીંગ મોહનીયા અગાઉ વીજ લાઈન નાખવાના મજૂરી કામ માટે ખંભરા ગામમાં આવ્યો હતો અને તે સમયે મંદિરની પાછળ રોકાયો હતો. ત્યારથી તેણે મંદિરની દાનપેટી ચોરી કરવાનો વિચાર કર્યો હતો.

આરોપીઓએ રાજકોટથી અન્ય સાગરીતો સાથે બોલેરો પીકઅપમાં ખંભરા આવી ચોરીને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત, આરોપીઓએ સિનુગ્રા ગામની વાડી વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે. પોલીસે ઝડપેલા આરોપીઓમાં મિથુન વરસીંગ મોહનીયા (ઉંમર 23 વર્ષ), અંશુ બચુ ડટારા (ઉંમર 48 વર્ષ), દિનેશ શબુરભાઈ ડામોર (ઉંમર 30 વર્ષ) અને સમુ નબળાભાઈ મોહનીયા (ઉંમર 40 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ જબલો ડામોર, સુમલો કટારા અને સાગર મોહનીયા હજુ પોલીસ પકડથી દૂર છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4,600 રોકડા તેમજ 4 મોબાઈલ ફોન, જેની કુલ કિંમત રૂ. 20,000 થાય છે, મળી કુલ આશરે રૂ. 24,600નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ કાર્યવાહી અંજાર પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે સંબંધિત ગુનાઓમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App