🔥 TRENDING Himachal Pradesh University Teachers C... Uttarakhand Sees 798 Tonne Waste Colle... Snowfall Hits Kinnaur and Rohtang Pass... Uttarakhand NEET Admissions Scrutinize... Delhi Minister Slaps Bail‑Granted Man... Supreme Court Takes Sui‑Motu Action on...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તિલકવાડા આંગણવાડી કેન્દ્ર-4 ખાતે પોષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 28 Sep 2026, 12:52 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તિલકવાડા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર-4 ખાતે પોષણ અને બાળ સ્વાસ્થ્ય અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકો અને વાલીઓને પોષણયુક્ત આહાર, સ્વચ્છતા તેમજ બાળ સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રને ફૂલહાર તેમજ રંગબેરંગી સૂત્રો લખેલી પાટીઓથી શણગારવામાં આવ્યું હતું. “તંદુરસ્ત આહાર, સ્વસ્થ પરિવાર”, “સ્વચ્છ આંગણવાડી, તંદુરસ્ત બાળપણ”, “પોષણ ભી, પઢાઈ ભી” અને “અમારી આંગણવાડી, અમારી જવાબદારી” જેવા સૂત્રો દ્વારા વાલીઓ તથા બાળકોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ પ્રસંગે નર્મદા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી શબ્દશરણ તડવી, તાલુકા ભાજપ પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો, ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી, આંગણવાડી કાર્યકર-તેડગર બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ બાળકોને પોષણયુક્ત અને સંતુલિત આહાર આપવા, સગર્ભા માતાઓની યોગ્ય કાળજી રાખવા તેમજ આંગણવાડી કેન્દ્રોને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી. સાથે જ બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ અને શિક્ષણ બંનેને મહત્વ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
“સ્વસ્થ માતા, સ્વસ્થ બાળ”ના સંદેશ સાથે યોજાયેલ આ પોષણ જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
📲Get App