🔥 ट्रेंडिंग राजस्थान के सीएम ने पंजाब में ड्रग समस... राजस्थान महिला टीम ने 72वें सीनियर नेश... सिकर में मिली तीन सिस्तान रेत बौआ, भार... માંગરોળ તાલુકામાં ખેડૂત બેઠક: સાયણ સુગ... સુરતમાં મોબાઈલ સ્નેચરને સ્થાનિકોએ ફિલ્... तमिलनाडु ने नई सरकार के मुख्यालय के लि...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ગ્રામ્યના દેત્રોજ તાલુકાના રામપુરા ભંકોડા ગામે ઈકો કારની અડફેટે 4 વર્ષીય બાળકીનું મોત

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 27 सित. 2026, 10:52 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના રામપુરા ભંકોડા ગામના બસ સ્ટેન્ડ પાસે ઈકો કારની અડફેટે ચાર વર્ષીય બાળકીનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ ઈકો કારચાલક કાર લઈને અશોકનગર તરફ ફરાર થઈ ગયો હતો. રામપુરા-ભંકોડા બસ સ્ટેન્ડ નજીક એક શ્રમિક પરિવાર ખરીદી કરીને પરત જઈ રહ્યો હતો. દરમિયાન રામપુરા તરફથી અશોકનગર તરફ જઈ રહેલી ઈકો કારની અડફેટે પરિવારની ચાર વર્ષીય બાળકી નેઅકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચઈ ગઈ હતી. બાળકીની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન ચાર વર્ષીય બાળકી વિદ્યા અમરતભાઈનું મોત નીપજ્યું હતું.આ અંગે પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ફરાર થયેલા ઈકો કારચાલકને શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App