🔥 ट्रेंडिंग बेंगलुरु के नागरिकों ने नगर निगम पर उठ... आईआईटी दिल्ली इंजीनियर ने कहा, प्रेमिक... बीपीएससी ने 32,388 शिक्षक पदों के लिए... रोटरी क्लब समाना सिटी ने एस डी मॉडल स्... ভারী বৃষ্টিতে পাহাড় ধস, তিস্তায় লাল সত... कटनी मार्बल को जीआई टैग मिलने की प्रक्...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરત: ભારતમાલા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, મુંબઈથી દર્શન કરવા જતાં પરિવારના 4 લોકોના મોત

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 25 सित. 2026, 12:15 PM 👁 14
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં મુંબઈથી શંખેશ્વર દર્શન કરવા જઈ રહેલા પરિવારના ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

સુરત જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન કરવા જઈ રહેલા એક પરિવારની હેરિયર કાર પૂરઝડપે આવી રહેલા ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટનાને પગલે હાઈવે પર અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડમ્પરના ચાલકે વાહનમાં એર પ્રેશરની અચાનક સમસ્યા ઊભી થતાં તેને રોડ પર ઊભું રાખ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી હેરિયર કાર પરથી ચાલકનું નિયંત્રણ ગુમાવતાં તે ઊભેલા ડમ્પર પાછળ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વાળી ગયો હતો.

આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. મૃતકો મુંબઈના રહેવાસી હોવાનું અને તેઓ શંખેશ્વર ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
📲Get App