🔥 TRENDING GSMA बोर्ड ने डिजिटल भविष्य के लिए तकन... मिट्टी ढुलाई के बिल पर उठे सवाल, फर्जी... भोपाल में रवींद्र भवन में बुंदेली समाग... SKSD మహిళా కళాశాల తణుకు లో అవయవ దానం,... बहराइच: नंदा इंस्टीट्यूट पर डिग्री व र... બરવાળા તાલુકામાં સ્વાગત-ફરિયાદ નિવારણ...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ વે પર કાર-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત
Crime

મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ વે પર કાર-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 25 Sep 2026, 12:02 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ વે પર સુરત નજીક દિગસ ગામ પાસે ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ વે પર સુરતના કામરેજ તાલુકાના દિગસ ગામની હદમાં તાપી બ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ડમ્પરમાં ટેક્નિકલ ખામી સર્જાતાં અને એર આવી જતાં ડ્રાઈવરે વાહન રસ્તાની સાઈડમાં ઊભું રાખ્યું હતું. આ દરમિયાન, મુંબઈથી પાટણ જઈ રહેલી એક હેરિયર કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને તેણે ઊભેલા ડમ્પર પાછળ જોરદાર ટક્કર મારી હતી.

આ ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર તમામ 4 લોકોના ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના અવશેષો ચારેય તરફ વેરવિખેર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વાહનવ્યવહારને પુનઃસ્થાપિત કરવા માટે પણ તાત્કાલિક પગલાં લીધા હતા અને ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો.
📲Get App