🔥 TRENDING Kailash Vijayvargiya Keeps Media at Ar... અમદાવાદ: ગાડી ટકરાવવાની બાબતે સગીર પર... Veteran Actress Malashree Celebrates M... અમદાવાદ: ટ્રાફિક બાબતે થયેલી બબાલમાં સ... ଭୁବନେଶ୍ୱର ବିମାନବନ୍ଦରକୁ ବଡ଼ ଝଟକା; ବନ୍ଦ... ઈડરમાં આશિષ વિદ્યાલયના વિદ્યાર્થીને મા...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં 4 લોકોના મોત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 Sep 2026, 11:46 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ વે પર કામરેજ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ડમ્પર પાછળ ધડાકાભેર અથડાતાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ વે પર સુરતના કામરેજ તાલુકાના દિગસ ગામની હદમાં તાપી બ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ડમ્પરમાં ટેક્નિકલ ખામી સર્જાતાં અને એર આવી જતાં ડ્રાઇવરે વાહનને રસ્તાની સાઇડમાં ઊભું રાખ્યું હતું.

આ દરમિયાન, મુંબઈથી પાટણ જઈ રહેલી એક હેરિયર કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને તેણે ઊભેલા ડમ્પર પાછળ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

દુર્ભાગ્યે, કારમાં સવાર તમામ ચાર લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને વાહનવ્યવહારને પુનઃસ્થાપિત કર્યો હતો.
📲Get App