🔥 TRENDING Sundowner Residences Sets New Benchmar... IPL auction to be held in India, BCCI... Nagaland Dear Lottery Sambad Wednesday... Union Minister Shah urges India to wag... Narmadapuram constable Somil Saxena ar... Resident Doctors Protest at AIIMS Jodh...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં સસ્તા આઈફોનની લાલચ આપી લાખોની છેતરપિંડી: 4 આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Dhaval Maheta 🗓 23 Sep 2026, 06:48 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં વિદેશથી સસ્તા ભાવે બ્રાન્ડેડ આઈફોન અપાવવાના નામે વેપારીઓ અને નાગરિકો સાથે છેતરપિંડી આચરતી ટોળકીનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં સસ્તા આઈફોન અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી વિદેશથી સસ્તા ભાવે બ્રાન્ડેડ આઈફોન અપાવવાની લાલચ આપી વેપારીઓ અને નાગરિકો સાથે છેતરપિંડી કરતી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સરથાણા કેનાલ રોડ પર 'ઓમ ઢાબા દાલબાટી' ચલાવતા મૂળ રાજસ્થાનના ચિરાગકુમાર જયશંકર રાવલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના વતનના દીપક રાવત અવારનવાર હોટલ પર આવતો હતો. દીપકે જણાવ્યું હતું કે દલાલ પંકજ રાવળ દુબઈથી ખૂબ સસ્તા ભાવે આઈફોન લાવે છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી માત્ર ₹60,000 પ્રતિ ફોન લેખે એડવાન્સ લઈ શરૂઆતમાં બે 'iPhone 17 Pro Max' સમયસર પહોંચાડી દીધા હતા. આથી ફરિયાદીનો તેમના પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો.

વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ અન્ય ગ્રાહકો લાવવા લાલચ આપી હતી. જેથી ફરિયાદીએ પોતાના પરિચિતો પાસેથી રૂપિયા એકઠા કરી 36 નંગ સેમસંગ-આઈફોન મેળવવા માટે રોકડા ₹15 લાખ તથા ઓનલાઈન ₹10.83 લાખ મળી કુલ ₹25.83 લાખ આરોપીઓને ચૂકવ્યા હતા. જોકે, પૈસા લીધા બાદ આરોપીઓએ માત્ર 13 ફોન આપ્યા હતા અને બાકીના 23 ફોન કે ₹15.68 લાખની રકમ પરત આપી નહોતી. આખરે, ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App