🔥 TRENDING BJP submits 24 names to Delhi for Utta... Tension Over PDA Sparks Debate Ahead o... BJP Maharashtra chief Ravindra Chavan... ગાંધી જયંતી પર હિંમતનગરમાં માનવતાના ભા... बालोतरा के हाउसिंग बोर्ड कॉलोनी में अज... સાબરકાંઠા હિંમતનગરમાં ૫૧ એકમ રક્તદાન ક...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત જિલ્લામાં પશુપાલન વિભાગે 4 ઓક્ટોબરના વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસે 1.75 લાખથી વધુ પશુઓની સારવાર અને 10 લાખથી વધુને રસીકરણ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 Oct 2026, 10:10 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના પશુપાલન વિભાગે 4 ઓક્ટોબરના વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસે 1,75,739 પશુઓની સારવાર અને 10,68,650 પશુઓને રસીકરણ કરી, 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા 12,079 ઘાયલ પશુઓને તાત્કાલિક સારવાર આપી.

સુરત જિલ્લાના પશુપાલન વિભાગે 4 ઓક્ટોબરના વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસે અબોલ જીવોની સેવા અને સંભાળ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગત એપ્રિલ 2025થી માર્ચ 2026 દરમિયાન 11 તાલુકામાં 21 પશુ દવાખાના, 25 પ્રાથમિક સારવાર કેન્દ્ર અને પશુ ચિકિત્સાલય સ્થાપિત કરવામાં આવ્યા અને 1,75,739 પશુઓની સારવાર અને 10,68,650 પશુઓને વિવિધ રોગો સામે રસી આપવામાં આવી.

ઇમરજન્સી સેવા માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મારફતે 12,079 ઘાયલ તથા બીમાર પશુને સ્થળ પર જ તાત્કાલિક ઇમરજન્સી સારવાર પૂરી પાડવામાં આવી. ઉપરાંત, 10 ગામ દીઠ 1 ફરતા પશુદવાખાના દ્વારા 21,897 પશુઓને તેમના ગામ સ્તરે જ તબીબી સેવા અપાઈ.

ગ્રામ્ય વિસ્તારોમાં 175 પશુઆરોગ્ય મેળા યોજીને 14,429 પશુઓને સારવાર, 3,437 પશુનું ખસીકરણ અને 1,879 રોગ નિદાન સેમ્પલ ટેસ્ટિંગ કરાયા.
📲Get App