🔥 TRENDING Shankar Mahadevan Says Dil Chahta Hai... India A Clinches 2-1 Victory in Unoffi... India Women’s Kabaddi Team Secures Asi... Gyanesh Kumar Faces Impeachment Amid 1... One Life Studios Secures Distribution... The Great Indian Kapil Show Season 5 t...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ચાંચ બંદર ખાતે ગણેશ વિસર્જન સમયે કરુણ ઘટના: 4 યુવકો દરિયામાં તણાયા, 1 લાપતા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 26 Sep 2026, 03:24 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે ગણેશ વિસર્જન દરમિયાન ચાર યુવકો દરિયામાં તણાયા હતા, જેમાંથી એક યુવક હજુ લાપતા છે. સ્થાનિક તરવૈયાઓએ ત્રણ યુવકોને બચાવી લીધા છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે ગણેશ વિસર્જન સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. ગામના ચાર યુવકો ગણપતિ બાપ્પાની મૂર્તિનું દરિયા કાંઠે વિસર્જન કરવા ગયા હતા. દરમિયાન અચાનક આવેલા મોટા મોજા અને ભારે પ્રવાહને કારણે ચારેય યુવકો દરિયાના ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા.

આસપાસ રહેલા સ્થાનિક માછીમારો અને તરવૈયાઓએ બૂમાબૂમ સાંભળીને તાત્કાલિક દરિયામાં છલાંગ લગાવી હતી. તેમણે ત્રણ યુવકોને સહીસલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જોકે, વીરસિંગ ગુજરિયા નામનો એક યુવક હજુ પણ દરિયામાં લાપતા છે.

ઘટનાની જાણ થતાં જ રાજુલા મામલતદાર, TDO અને પીપાવાવ મરીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાપતા યુવકની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાઓ સાથે કોસ્ટ ગાર્ડની મદદ પણ લેવામાં આવી રહી છે.

તંત્ર દ્વારા દરિયા કાંઠે વિસર્જન સમયે ઊંડા પાણીમાં ન જવા અને સાવચેતી રાખવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
📲Get App