🔥 TRENDING નવસારીમાં માતા સામે 3 વર્ષના બાળકને દી... मध्य प्रदेश के कूनो नेशनल पार्क में मा... જૂનાગઢમાં ગિરનાર-દાતાર વિસ્તારમાં પાંચ... Voters Cast Ballots Across District in... Shriya Saran reveals sleepless night b... Nandigram By-Poll: Voting Begins As BJ...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંકલેશ્વરમાં 39 વર્ષીય મહિલાની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી
Crime

અંકલેશ્વરમાં 39 વર્ષીય મહિલાની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી

✍️ Reporter: Shahid Mansuri 🗓 13 Aug 2026, 09:30 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના અંકલેશ્વરના ગડખોલ ગામની આનંદ વિહાર સોસાયટીમાં 39 વર્ષીય મહિલાની હત્યા થઈ છે. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ભરૂચના અંકલેશ્વરના ગડખોલ ગામની આનંદ વિહાર સોસાયટીમાં 39 વર્ષીય મહિલાની હત્યા થવાની ઘટના સામે આવી છે. મૃતક મહિલાનું નામ રમિલાબાઈ વસાવે છે, અને આશંકા છે કે તેની હત્યા અજાણ્યા ઇસમે કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, રમિલાબાઈના શરીરના વિવિધ ભાગે ઇજા પહોંચાડી શ્વાસ રૂંધાવી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધું છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યા પાછળનું કારણ અને આરોપીની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App