🔥 ट्रेंडिंग હિંમતનગર પોલીસે ચોરી થયેલી બે મોટરસાયક... धामपुर में सड़क दुर्घटना, एक की मौत ઉગલવાણથી મોટા ખુડડા રોડની ખરાબ હાલત ઉગ... வருமான வரி தாக்கல் காலக்கெடு நீட்டிப்ப... અમદાવાદ: શાહીબાગ પોલીસે રીક્ષા ગેંગના... কলকাতায় রাস্তায় দাঁড়িয়ে নিতিন নবীন, নি...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

સુત્રાપાડાના ગોરખમઢી ગામે રામમંદિર તથા શિવ મંદિર ના નિર્માણ માટે રૂ. 37.51 લાખનો ફાળો આપી યુવાન બન્યા બિનહરીફ સરપંચ!

✍️ रिपोर्टर: Praful Kamaliya 🗓 28 सित. 2026, 05:04 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુત્રાપાડાના ગોરખમઢી ગામે રામમંદિર તથા શિવ મંદિર ના નિર્માણ માટે રૂ. 37.51 લાખનો ફાળો આપી યુવાન બન્યા બિનહરીફ સરપંચ!

સુત્રાપાડા તાલુકાનું ગોરખમઢી ગામ મુખ્યત્વે કોળી સમાજની વિશાળ વસ્તી ધરાવતું ગામ છે. જોકે, ગામમાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવા માટે સર્વે ગ્રામજનો દ્વારા એક વિશેષ અને અનોખી પહેલ કરવામાં આવી હતી. ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે રામમંદિર નિર્માણ માટે જે વ્યક્તિ સૌથી વધુ ફાળો આપશે, તેમને આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ સરપંચ તરીકે પસંદ કરવામાં આવશે.
ગામના ઉત્સાહી નવયુવાન અને લોહાણા સમાજના અગ્રણી રાકેશભાઈ લુક્કાએ મંદિર નિર્માણ અને ગામના કલ્યાણ અર્થે રૂપિયા 37 લાખ 51 હજારના વિરાટ ફાળાની જાહેરાત કરી હતી. રાકેશભાઈની આ ઉમદા ભાવના અને સેવાકીય અભિગમને બિરદાવીને સમગ્ર ગોરખમઢી ગામે એકસૂરે તેમને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કર્યા છે.
એક તરફ જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને રાજકારણ જોવા મળતું હોય છે, ત્યાં ગોરખમઢી ગામે ધાર્મિક કાર્ય અને ગામના વિકાસને પ્રાધાન્ય આપીને ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે આ નવયુવાન સરપંચ આવનારા 5 વર્ષમાં ગામના વિકાસકામોને કઈ ઊંચાઈએ લઈ જાય છે તે જોવું રહ્યું.
📲Get App