🔥 ट्रेंडिंग રાજકોટ: આજી ડેમ ચોકડી પાસે TRP જવાનો પ... राजापुर जलालपुर के उच्च माध्यमिक विद्य... स्वच्छ हावड़ा — स्वस्थ हावड़ा 🌿 ರಾಯಗಡ: ದಿವ್ಯಗಾರ್ ಬೀಚ್‌ನಲ್ಲಿ ಈಜಲು ತೆರಳಿ... ପୋଖରୀରେ ବୁଡ଼ି ଯୁବକ ମୃତ सुपरनोवा बिल्डिंग से कूदकर व्यक्ति ने...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતની અદાલતે પત્નીને બાકી નીકળતી ભરણપોષણની રકમ ન ચૂકવવાના મામલે કડક વલણ અપનાવીને પતિ વિરુદ્ધ આકરો આદેશ કર્યો છે. અદાલતે પતિને કુલ 360 દિવસન
अपराध

સુરતની અદાલતે પત્નીને બાકી નીકળતી ભરણપોષણની રકમ ન ચૂકવવાના મામલે કડક વલણ અપનાવીને પતિ વિરુદ્ધ આકરો આદેશ કર્યો છે. અદાલતે પતિને કુલ 360 દિવસન

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 19 सित. 2026, 01:30 AM 👁 45
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

43 માસથી રૂ. 4,08,500 ચૂકવવામાં પતિની આનાકાની કેસની વિગત મુજબ, અરજદાર પત્ની શિરીને (નામ બદલ્યું છે) પોતાના પતિ શાહિદ (નામ બદલ્યું છે) વિરુદ્ધ અગાઉ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ અરજી દાખ

સુરતની અદાલતે પત્નીને બાકી નીકળતી ભરણપોષણની રકમ ન ચૂકવવાના મામલે કડક વલણ અપનાવીને પતિ વિરુદ્ધ આકરો આદેશ કર્યો છે. અદાલતે પતિને કુલ 360 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભરણપોષણના આદેશ છતાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ રહેવું એ કાયદાકીય આદેશોનું સીધું ઉલ્લંઘન છે.

43 માસથી રૂ. 4,08,500 ચૂકવવામાં પતિની આનાકાની કેસની વિગત મુજબ, અરજદાર પત્ની શિરીને (નામ બદલ્યું છે) પોતાના પતિ શાહિદ (નામ બદલ્યું છે) વિરુદ્ધ અગાઉ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ અરજી દાખલ કરી હતી. કોર્ટે માસિક ભરણપોષણ તેમજ મકાન ભાડાની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હોવા છતાં, પતિ શાહિદે છેલ્લા 43 માસનું મળીને કુલ ₹4,08,500/- જેટલું ભરણપોષણ ચૂકવ્યું ન હતું. આ બાકી રકમની વસૂલાત અર્થે અરજી દાખલ કરાતાં પતિને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

ઈરાદાપૂર્વકની બેદરકારી ગણી 12 માસની કસૂર બદલ સજા કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પતિએ બાકી રકમ ચૂકવવામાં પોતાની અસમર્થતા દર્શાવી હતી. જોકે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સીઆરપીસીની કલમ 125(3) હેઠળ સુનાવણી હાથ ધરી નોંધ્યું હતું કે કોર્ટના હુકમનું પાલન ન કરવું એ સ્પષ્ટપણે ઈરાદાપૂર્વકની બેદરકારી છે. આથી કોર્ટે 12 માસના ભરણપોષણની કસૂર બદલ પ્રત્યેક માસના 30 દિવસ લેખે પતિને કુલ 360 દિવસની સાદી કેદની સજા સંભળાવી હતી.
📲Get App