🔥 ट्रेंडिंग मुरबाड तालुक्यातील महिलांना 'महिला शेत... Nikhil Kumaraswamy Promises Solutions... त्रिपुरा विधायक पिनाकी दास चौधरी ने वि... एआरपीएस आगरा‍तला के छात्रों ने राष्ट्र... फ़िलैंथ्रोपी क्लब ने कालयानपुर के मणिप... भाजपा सांसद रामवीर सिंह बिधूड़ी ने अका...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમદાવાદ: હજારો સ્ટ્રીટ લાઇટો ઝાંખી, 350-400 રોજની ફરિયાદોથી નાગરિકો પરેશાન

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 03 अक्टू. 2026, 09:32 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેરમાં અંદાજે 80 હજારથી વધુ સ્ટ્રીટ લાઇટો ઝાંખી પડી ગઈ છે, જેના કારણે નાગરિકો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ સરેરાશ 350 થી 400 સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો નોંધાઈ રહી છે.

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઇટોની સમસ્યા વકરી રહી છે. શહેરમાં અંદાજે બે લાખથી વધુ સ્ટ્રીટ લાઇટ પોલ આવેલા છે, જેમાંથી 80 હજાર કરતાં વધુ સ્ટ્રીટ લાઇટોનો પ્રકાશ ઝાંખો પડી ગયો છે. આ ઝાંખા પ્રકાશને કારણે રાત્રિ દરમિયાન રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. જે સ્ટ્રીટ લાઇટો ચાલુ છે તેમાં પણ પૂરતો પ્રકાશ ન આવવાથી અંધારા જેવી સ્થિતિ સર્જાય છે.

સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદોનું પ્રમાણ પણ ખૂબ ઊંચું છે. શહેરમાં સરેરાશ રોજની 350 થી 400 ફરિયાદો સ્ટ્રીટ લાઇટ બંધ હોવા અંગે નોંધાઈ રહી છે. આ લાઇટો જલ્દી રિપેર ન થતી હોવાની નાગરિકોની ઢગલાબંધ ફરિયાદો રોજ મળી રહી છે, જેના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ગંભીર સમસ્યા અંગે ગઈકાલે ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ ચર્ચાના પરિણામે નાગરિકોને ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું.
📲Get App