🔥 TRENDING अररिया में 1.846 किलोग्राम स्मैक जब्त,... England U19 Women Face India U19 Women... Mohammad Kaif Criticizes India Managem... Secret Soldier to Stream on Sun NXT St... Balakrishna’s Film ‘Dada’ Set to Relea... Hornbill Festival 2024 to Celebrate Na...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગરમાં આંતરરાજ્ય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીની ટોળકી પકડી, રૂ.3.31 લાખ કબજા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Nov 2026, 08:27 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB પોલીસે હિંમતનગરમાં ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીમાં સામેલ બે આરોપીઓને પકડી, સોનું-ચાંદી, રોકડ અને મોબાઇલ સહિત રૂ.3,31,200નું કબજા કર્યું..

સાબરકાંઠામાં-:
લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે હિંમતનગર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીમાં સામેલ આરોપીઓ પર મોટી કાર્યવાહી કરી,બે વ્યક્તિઓને ધરપકડ કરી અને રૂ.3,31,200નું મુદ્દામાલ કબજે કર્યું.ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાકેશ ઉર્ફે ધનીયો રાજુભાઈ મગનભાઈ પટણી અને વિજય ઉર્ફે દાંતલો મણીલાલ નાથુભાઈ સોલંકી સામેલ છે.રાકેશ ઉર્ફે ધનીયો અગાઉના ગુનામાં નાસતો ફરતો આરોપી ૨૨ ગુન્હા નોંધાયેલ છે.

કબજે કરાયેલા સામાનમાં સોનું-ચાંદીના દાગીના,રોકડ રકમ અને મોબાઇલ ફોન જેવા મૂલ્યવાન વસ્તુઓનો સમાવેશ થાય છે, જે કુલ રૂ.3,31,200ની કિંમત ધરાવે છે.હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ચેઇન સ્નેચિંગ સહિત અગાઉના ગુનાઓની તપાસ પણ કરવામાં આવી,જેથી આ પ્રકારની અપરાધો પર કડક પગલાં લેવામાં આવે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી સી સાકરિયા,એસ જે ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કમલેશસિંહ રાજુસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,હેમાંશુંરાજ ભુપેન્દ્રસિંહ ટેક્નિકલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,પ્રકાશકુમાર લાલજીભાઈ હેડ કોન્સ્ટેબલ,દેવરાજ ખીમજીભાઈ હેડ કોન્સ્ટેબલ,જીગ્નેશકુમાર સુરેશભાઈ હેડ કોન્સ્ટેબલ,પ્રવિણસિંહ ચતુરસિંહ પોલીસ કોન્સ્ટેબલ,નરેશ સૂર્યકાંત પોલીસ કોન્સ્ટેબલ,નિલેશકુમાર બાબુભાઈ પોલીસ કોન્સ્ટેબલ,નરેન્દ્રસિંહ નારસિંહ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ,કાળાજી ભગાજી ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ,હરસિધ્ધસિંહ જવાનસિંહ હેડ કોન્સ્ટેબલ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સહિતની ટીમે સફળતા પૂર્વક કામગીરી પૂર્ણ કરી.
📲Get App