🔥 TRENDING रीवा में भीषण जाम: सिरमौर चौराहा से कॉ... जमुई में 3400 करोड़ के निवेश से 10 हजा... અમદાવાદના આંબલી ગામમાં દેશી દારૂના અડ્... Rakesh Mahajan address press conferen... નિકોલ પોલીસ સ્ટેશનના વિશ્વાસધાત કરનાર... ઈસનપુર વોર્ડમાં ૨૫ દિવસથી ભુવો ખુલ્લો:...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંગરોળમાં ટેરેસ પરથી પટકાઈને 33 વર્ષીય યુવકનું મોત, પાલોદ પોલીસે ગુનો નોંધ્યો
Crime

માંગરોળમાં ટેરેસ પરથી પટકાઈને 33 વર્ષીય યુવકનું મોત, પાલોદ પોલીસે ગુનો નોંધ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 Sep 2026, 06:55 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળ તાલુકાના લીંડીયાત ગામે શુભમ ઇન્ડસ્ટ્રીઝમાં ચોથા માળની ટેરેસ પરથી અકસ્માતે પટકાતાં કિશનકુમાર નાવડીયાનું ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું છે.

માંગરોળ તાલુકાના લીંડીયાત ગામની સીમામાં આવેલા શુભમ ઇન્ડસ્ટ્રીઝમાં શુક્રવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોરસીયા એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ચોથા માળે આવેલા ટેરેસ પરથી અકસ્માતે નીચે પટકાતાં 33 વર્ષીય યુવકનું ગંભીર ઇજાઓ થવાથી કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના સિવેન્દ્ર નગર (વદર) ગામના વતની અને હાલ સુરતના ઉતરાણ ખાતે આવેલા AMB વેલી હાઇટ્સમાં રહેતા કિશનકુમાર જીતેન્દ્રભાઈ નાવડીયા (ઉં.વ. 33) લીંડીયાત ગામે શુભમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ગોરસીયા એન્ટરપ્રાઇઝમાં હાજર હતા. સવારના આશરે નવેક વાગ્યાના સુમારે તેઓ ચોથા માળની ટેરેસ પરથી અચાનક સંતુલન ગુમાવી નીચે પટકાયા હતા.

ઊંચાઈ પરથી નીચે પટકાતાં કિશનકુમારના કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને બંને હાથ તેમજ ડાબા પગે ફ્રેક્ચર થઈ ગયું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સાયણ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે દીપકભાઈ હરજીભાઈ ગોરસીયાએ જાણ કરતાં પાલોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
📲Get App