🔥 TRENDING માનનીય પ્રભારી મંત્રીશ્રી રમણભાઈ સોલંક... राजगीर में भारत-न्यूजीलैंड अंडर-20 रग्... BMPI Jawan Found Dead in Purnea Centra... Woman Burned in Land Dispute in Ashokn... सारनाथ पुलिस ने चोरी के मामले में दो न... Indore Mayor Imposes ₹2,000 Fine for W...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. વડાપ્રધાનશ્રી ભીલડી ખાતેથી બનાસ ડેરીના રૂપિયા 325 કરોડના આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે...

✍️ Reporter: Atul Thakor 🗓 27 Oct 2026, 06:00 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. વડાપ્રધાનશ્રી ભીલડી ખાતેથી બનાસ ડેરીના રૂપિયા 325 કરોડના આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30 ઓક્ટોબર, 2026 શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે; આ કાર્યક્રમમાં મુખ્યત્વે ભીલડી ખાતે 127 એકર જમીનમાં રૂપિયા 325 કરોડના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) દેશના પશુપાલકોને અર્પણ કરશે...

🔸 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેક્નિકલ માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય ગોકુળ મિશન’ની મદદથી આકાર પામેલું આ કેન્દ્ર પશુઓની ઓલાદ સુધારવામાં અને ડેરી વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે
🔸 આધુનિક ટેક્નોલોજીથી દર વર્ષે 25 હજાર ઉત્તમ વાછરડાં તૈયાર કરાશે; બનાસકાંઠામાં બન્યું ભારતનું અદ્યતન બ્રીડિંગ સેન્ટર
🔸 બનાસની ધરતી પરથી કાંકરેજ, ગીર, સાહીવાલ, થારપારકર તથા મહેસાણી, બન્ની, જાફરાબાદી અને મુર્રાહ જેવી ઉત્તમ ગાય-ભેંસોની ઓલાદો તૈયાર થશે
🔸 ભીલડી BBBRC સેન્ટર શ્વેત ક્રાંતિમાં આધુનિક વિજ્ઞાનનો નવો અધ્યાય લખશે અને દેશી ગૌવંશ સંવર્ધન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી દિશા ચીંધશે : ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી
📲Get App